આલિયાના પ્રાઇવેસી ભંગ મામલે પતિ રણબીર કપૂર ભારે નારાજ

  • February 24, 2023 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ફિલ્મના પ્રમોશનમાંથી નવરો પડ્યા બાદ બદલો લેવાની રણબીરની ચીમકી 
  • થોડા દિવસો પહેલાં બે ફોટોગ્રાફરોએ આલિયાના ફોટા પાડી શેર કર્યા હતા



બોલીવૂડની બબલી આલિયા ભટ્ટની પ્રાઇવેસી ભંગનો મામલે તેનો પતિ રણબીર કપૂર ભારે રોષે ભરાયો છે. એટલું જ નહીં તેણે નવરો પડ્યા બાદ આ મામલે બદલો લેવાની ચીમકી પણ ઉચ્ચારી છએ. આલિયાએ થોડા દિવસ પહેલાં એક પોસ્ટ દ્વારા સેલેબ્સની પ્રાઈવસીના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. તેના કહેવા મુજબ કેટલાક ફોટોગ્રાફરોએ ઘરમાં ફરતી આલિયાની તસવીર લઈ તેને એક પોર્ટલ દ્વારા શેર કરવામાં આવી હતી. આ વાત પર આલિયા ગુસ્સે થઈ ગઈ હતી. અને પ્રાઈવસીના મુદ્દે ઘણા ફિલ્મ સ્ટાર્સે આલિયાને સપોર્ટ કર્યો હતો. જેમાં આ મામલે તેના પતિ રણબીર કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.

એક પોર્ટલ ઇનસાઇડરે દાવો કર્યો છે કે, આ સમગ્ર ઘટના બાદ રણબીર કપૂર પરેશાન છે. એવું લાગે છે કે, રણબીર ખૂબજ ગુસ્સે થઈ ગયો છે. રણબીર મીડિયા આ આઉટલેટ સામે કડક પગલાં લેવાનું વિચારી રહ્યો છે. હાલ તો રણબીર કપૂર આ દિવસોમાં મુંબઈની બહાર છે અને તે તેની આગામી ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, રણબીરને પણ આલિયાની ઈન્સ્ટા પોસ્ટ પરથી આલિયાની ખાનગી તસવીરના સમાચારની ખબર પડી હતી. રણબીરે નક્કી કર્યું છે કે, તે હવે સુરક્ષા વધારશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. જોકે, એ સ્પષ્ટ છે કે, રણબીર તેની પત્નીની પ્રાઈવસીને લઈને ઘણો ગંભીર છે.

ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી છે. આલિયાની ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યાં છે. જેમાં કરણ જોહર, અનુષ્કા શર્મા, સુષ્મિતા સેન સહિત ઘણા મોટા સ્ટાર્સ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે.

હાલના દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. બ્રહ્માસ્ત્રની સફળતા બાદ રણબીર કપૂર તુ જૂઠી મેં મક્કારના ફિલ્મના પ્રમોશનમા વ્યસ્ત થઈ ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. લોકો ફિલ્મના ટ્રેલર અને ગીતોને પસંદ કરી રહ્યા છે. આ રોમ કોમ ફિલ્મનો ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ લવ રંજન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે જે, 8 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application