BREAKING NEWS

'રામાયણ'ની રિલીઝ પહેલા રણવીર કપૂરે અયોધ્યામાં ખરીદ્યો રૂા.૩.૩૧ કરોડનો પ્લોટ

  • May 15, 2026 09:19 PM 

'રામાયણ'ની રિલીઝ પહેલા રણવીર કપૂરે અયોધ્યામાં ખરીદ્યો રૂા.૩.૩૧ કરોડનો પ્લોટ
બો લિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર અત્યારે તેની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ'ને લઈને સતત ચર્ચામાં છે. પરંતુ ફિલ્મની રિલીઝ પહેલા રણબીરે એક મોટો અંગત નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. રણબીર કપૂરે રામજન્મભૂમિ અયોધ્યામાં સરયુ નદીના કિનારે એક આલીશાન જમીન ખરીદી છે.
'ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા'ના પ્રીમિયમ પ્રોજેક્ટ 'ઘ સરયુ'માં રણબીરે આ પ્લોટ પોતાના નામે કર્યો છે.
રણબીર કપૂરે ખરીદેલા આ પ્લોટનું ક્ષેત્રફળ અંદાજે ૨૧૩૪ સ્કવેર ફૂટ છે, જેની કિંમત ૩.૩૧ કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ પ્રોજેક્ટ ૭૫ એકરમાં ફેલાયેલો એક લકઝરી બ્રાન્ડેડ પ્લોટેડ ડેવલપમેન્ટ છે. આ સ્થળની વિશેષતા એ છે કે અહીં ૫ એકરમાં એક ભવ્ય શાકાહારી લકઝરી હોટેલ બનવાની છે, જેનું સંચાલન પ્રખ્યાત 'ધ લીલા'
થી વધુ આધુનિક લાઈફસ્ટાઈલ સુવિધાઓ અને એક ભવ્ય ક્લબહાઉસ પણ તૈયાર કરવામાં આવશે.
આ ખાસ પ્રસંગે રણબીર કપૂરે ભાવુક થતા જણાવ્યું હતું કે, “મારું માનવું છે કે અયોધ્યાએ મને પસંદ કર્યો છે અને મેં માત્ર તેમાં સંમતિ આપી છે. અયોધ્યા આપણા સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ છે. સરયુ નદીના કિનારે આવેલી આ પવિત્ર ભૂમિ મારા પરિવારના વારસાનો હિસ્સો બને તે મારા માટે ગર્વની વાત છે. "રણબીરે આ જમીન ખરીદવાની પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ ગણાવી હતી.
રણબીર કપૂર સ્ટારર 'રામાયણ' ભારતની અત્યાર સુધીની સૌથી ખર્ચાળ ફિલ્મ સાબિત થવાની છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું કુલ બજેટ અંદાજે રૂ.૪૦૦૦ કરોડ (બંને ભાગો માટે) રાખવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી સીતાજીનું પાત્ર ભજવી રહી છે.
આ ઉપરાંત રચવા તરીકે -
હનુમાન તરીકે સની દેઓલ અને લક્ષ્મણ તરીકે રવિ દુબે જોવા મળશે.
રસપ્રદ વાત એ છે કે રણબીરે શરૂઆતમાં આ રોલ માટે ના પાડી હતી, પરંતુ પુત્રી રાહાના જન્મ બાદ તેણે આ ઓફર સ્વીકારી હતી. ફિલ્મનો પ્રથમ ભાગ (રામાયણ પાર્ટ-૧) આ વર્ષે દિવાળીના તહેવાર પર સિનેમાઘરોમાં ધૂમ મચાવશે, જ્યારે તેનો બીજો ભાગ આગામી વર્ષની દિવાળી પર રિલીઝ કરવાનું આયોજન છે. અયોધ્યામાં જમીન ખરીદ્યા બાદ હવે ચાહકો રણબીરને પડદા પર રામ તરીકે જોવા માટે આતુર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application