દ્વારકા -સોમનાથ નેશનલ હાઇવે પર પોરબંદરના રતનપર નજીક બેફામ સ્પીડમાં કાર ચલાવતા ઈસમે છકડો રીક્ષા ને પાછળથી ઠોકર મારતા રાણાવાવ રહેતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું છે.
રાણાકંડોરણા ગામે રહેતા અને નાસ્તાની લારી ચલાવતા લાલજીભાઈ ભુવા નામના આધેડે પોતાના રાણાવાવ ખાતે ગોપાલ પરામાં રહેતા ભાઈ પ્રેમજીભાઈ મનજીભાઈ ભુવા(ઉંમર વર્ષ ૪૯)નું અકસ્માતે મોત નીપજયાનો ગુનો નોંધાવ્યો છે જેમાં જણાવ્યું છે કે તેના ભાઈ પ્રેમજીભાઈ ગઈકાલે રાત્રે રાણાવાવ થી માધવપુર ખાતે રીક્ષા નો ફેરો કરવા માટે જતા હતા ત્યારે રતનપર ના પાટીયા પાસે પાછળથી ફૂલ સ્પીડે આવતી કારના ચાલકે છકડો રીક્ષા ને ઠોકર મારી દેતા રિક્ષા અને કાર બંને પલટી ખાઈને નીચે પડી ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રીક્ષા ચાલક પ્રેમજીભાઈ ભુવાને ઇમર્જન્સી સેવા ૧૦૮ મારફતે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોંચાડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો એ પ્રેમજીભાઈ ને મૃત જાહેર કરતા પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી થઈ હતી. અને ત્યારબાદ લાલજીભાઈ ભુવા એ પોતાના ભાઈ પ્રેમજીભાઈ નું બેફિકરાઇથી કાર ચલાવીને મોત નીપજાવનાર કારના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઉપર બેફામ સ્પીડ માં જતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ વારંવાર જનજાગૃતિ ફેલાવે છે તેમ છતાં પણ ફૂલ સ્પીડે વાહન ચલાવનારાઓ આ રીતે અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે તેઓની સામે કડક હાથે કામ લેવું જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech