ટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી

  • December 23, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય–અમેરિકન મૂડીવાદી શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ( એઆઈ)ના વરિ નીતિ સલાહકાર તરીકે નિયુકત કર્યા છે. જણાવી દઈએ કે શ્રીરામ કૃષ્ણન એલોન મસ્કની પણ નજીક છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટીમમાં ભારતીયોની સંખ્યા વધી રહી છે. હવે ટ્રમ્પે અન્ય એક ભારતીય–અમેરિકનને મહત્વની જવાબદારી સોંપી છે. ટ્રમ્પે ટેક કેપિટલિસ્ટ શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે વરિ નીતિ સલાહકાર તરીકે નિયુકત કર્યા છે. અગાઉ શ્રીરામ કૃષ્ણન પણ ત્યારે ચર્ચામાં આવ્યા હતા યારે ઈલોન મસ્કએ તેમને ટિટર ખરીદવાની જવાબદારી આપી હતી.
આ સંબંધમાં જાહેરાત કરતાં ટ્રમ્પે કહ્યું, શ્રીરામ કૃષ્ણન 'વ્હાઈટ હાઉસ આફિસ આફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી'માં એઆઈ પર વરિ નીતિ સલાહકાર તરીકે કામ કરશે, કૃષ્ણન અગાઉ માઈક્રોસોફટ, એકસ , યાહ , ફેસબુક અને સ્નેપ સાથે કામ કરી ચૂકયા છે. તેમણે ડેવિડ ઓ ખાતે ઉત્પાદન ટીમોનું નેતૃત્વ કયુ છે તેમજ સાકસ સાથે કામ કરશે. ટ્રમ્પે ડેવિડનું નામ વ્હાઇટ હાઉસ એઆઈ અને ક્રીપ્ટો ઝાર રાખ્યું છે.
ટ્રમ્પે કહ્યું,શ્રીરામ એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે વિજ્ઞાન અને ટેકનોલોજી પર પ્રમુખની સલાહકાર પરિષદ સાથે કામ કરીને એઆઈ નીતિને આકાર આપવામાં અને સંકલન કરવામાં પણ મદદ કરશે.કૃષ્ણને આ પદ માટે નામાંકિત થવા પર ખુશી વ્યકત કરી હતી. તેણે કહ્યું, એઆઈના ક્ષેત્રમાં અમેરિકાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે મારા દેશની સેવા કરવાની અને ડેવિડ સાથે કામ કરવાની તક માટે હત્પં સન્માનિત છું.
શ્રીરામ ક્રિષ્નને પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને ઈલોન મસ્ક સાથે અનેક અવસર પર કામ કરવાની તક મળી છે. આમાં સૌથી યાદગાર મસ્કનું ટિટર ટેકઓવર હતું.
શ્રીરામનો જન્મ ભારતમાં એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો અને તે ચેન્નાઈમાં મોટો થયો હતો. શ્રીરામના પિતા વીમા ક્ષેત્રમાં કામ કરતા હતા અને તેમની માતા ગૃહિણી હતી. શ્રીરામના કહેવા પ્રમાણે તે બંને દિવસ–રાત મજૂરોની જેમ કામમાં વ્યસ્ત હતા. શ્રીરામે અન્ના યુનિવર્સિટીની એસઆરએમ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ટેક કયુ છે. તેઓ ૨૦૦૭માં માઇક્રોસોટમાં જોડાયા હતા. શ્રીરામ કૃષ્ણને સત્ય નડેલા, માર્ક ઝકરબર્ગ જેવા અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કયુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application