લગ્ન રિસેપ્શનમાંથી યુવતી રૂા.૩.૮૨ લાખની મત્તા સાથેની બેગ લઇ નાસી ગઇ

  • February 21, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડ રોડ પર મેડ ફોર વીન પાર્ટી પ્લોટમાં યોજાયેલા કેનેડાના યુવકના લગ્ન સમારોહમાં મહેમાન બનીને આવેલા ગઠીયા રૂા.2.60 લાખની કિંમતની મત્તા ઉપરાંત પાસપોર્ટ ચોરી કરી ગયાની તાલુકા પોલીસમાં રવિવારે ફરિયાદ નોંધાઈ હતી.ત્યાં ફરી તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા 150 ફૂટ રીંગ રોડ પર અર્જુન પાર્ટી પ્લોટમાં લગ્નના રિસેપ્શન દરમિયાન અહીં નજર ચૂકવી રૂપિયા 3.82 લાખની મત્તા સાથેનો બેગ યુવતી લઇ નાસી ગઇ હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક યુવતી બેગ લઇ જતી નજરે પડી હતી. જેથી પોલીસે આ ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

શહેરના એરપોર્ટ રોડ પર પેટ્રીયા હોટલ પાસે ગ્રીન પાર્ક-2 માં રહેતા વિલાસગીરી હેમગીરી ગોસ્વામી(ઉ.વ 58) નામના પ્રૌઢ દ્વારા આ અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતા હતાં.હાલ નિવૃતીનું જીવન પસાર કરે છે.તેમને સંતાનમાં બે પુત્ર છે.જેમાં મોટો પુત્ર અભિ(ઉ.વ 25) છે.

મોટા પુત્ર અભિના લગ્નનું ગઇકાલે 150 ફૂટ રીંગ રોડ પર આવેલા અર્જુન પાર્ટી પ્લોટમાં રિસેપ્શન રાખ્યું હતું. રિસેપ્શન રાત્રિના પોણા નવ વાગ્યે ચાલુ થયું હતું. સ્ટેજ પર ફરિયાદી તેમના પત્ની અને તેમનો મોટો દીકરો અભી તથા તેમના પત્ની હતા અને મહેમાનો ગિફ્ટ કવર લઈને આવતા હતા. તે દરમિયાન મહેમાનો મળવા આવતા આ ગિફ્ટ તથા રોકડા રૂપિયા તેમના પત્ની એક બેગમાં રાખ્યા હતા અને આ બેગ સોફા પાસે રાખી હતી. આશરે સવા દશ વાગ્યાના અરસામાં પાડોશી ભરતભાઈ વાઘેલાએ વાત કરવા માટે બોલાવ્યા હતા.અને કહ્યું હતું કે તમને મહેમાનને મળવા માટે આવતા દરમ્યાન પાછળ રાખેલ બેગ કોઈ યુવતી લઈને ભાગતી નજરે પડી હતી. હું તેની પાછળ દોડયો હતું પરંતુ તે યુવતી દરવાજામાંથી નીકળીને ભાગી ગઈ હતી. બાદમાં આસપાસ અહીં બધે તપાસ કરી હતી પરંતુ યુવતી અને બેગ બંને જોવા મળ્યા ન હતાં. જેથી તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.


નિવૃત શિક્ષકે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બેગમાં તેમના પત્ની નો રૂપિયા એક લાખની કિંમતનો આઇફોન તથા મહેમાનોએ આપેલી ગિફ્ટ કે જેમાં રોકડા રૂપિયા હોય તે આશરે 80,000 તેમજ સોનાનું કડું, સોનાની બુટ્ટી તથા અન્ય રોકડ નોટનું બંડલ રૂ.2,000 મળી કુલ રૂ.3.82 લાખની મત્તા આ બેગમાં હોય જે બેગ લઈ આ યુવતી નાસી ગઈ હતી. પોલીસે અહીંના સીસીટીવી ફૂટેજ ચકાસતા તેમાં યુવતી બેગ લઈને અહીંથી જતી નજરે પડી હતી. જેથી પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે લગ્નમાં વણનોતયર્િ મહેમાન બની આવેલી આ યુવતીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News