ભુતિયા નળ–ઇલે.મોટરથી બેફામ પાણીચોરી; ચેકિંગ બંધ

  • April 20, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં હાલ ઉનાળાની ઋતુમાં જળમાંગ વધવા સાથે પાણીચોરીનું ભયાનક હદે વધવા લાગ્યું છે જેના લીધે અનેક વિસ્તારોમાં પૂરતું પાણી કે પૂરતા ફોર્સથી પાણી નહીં મળવાની ફરિયાદો વ્યાપક બની છે, ગત માર્ચ મહિનામાં જ પાણીની ૩૦૦૦થી વધુ ફરિયાદો નોંધાઇ હતી અને ચાલુ એપ્રિલ માસમાં પણ પાણીને લગતી ફરિયાદો સતત વધી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં લતાવાસીઓનું વાલ્વમેન સાથે સેટિંગ હોવાનો પર્દાફાશ થઇ ચુકયો છે તો બીજી બાજુ વાલ્વ ખોલ બધં કરવા કે વધુ સમય ખુલો રાખવા જેવા મુદ્દે રાજકીય ભલામણો પણ થઇ રહી હોવાનું જાણવા મળે છે. આ વાસ્તવિકતા વચ્ચે સત્ય હકીકત એ છે કે દર ઉનાળે થતું પાણીચોરીનું ચેકિંગ આ ઉનાળે કદાચ આગામી ચૂંટણીને કારણે સદંતર બધં થઇ ગયું છે.
હાલ સુધી દરેક ઉનાળામાં માર્ચ મહિનાથી જ સિટી ઇજનેરોના સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડવાઇઝ ડેપ્યુટી ઇજનેરો અને આસિ.ઇજનેરો ઉપરાંત અન્ય બ્રાન્ચના અધિકારીઓ સહિતના સ્ટાફને પણ આ કામગીરી સોંપવામાં આવતી હતી અને ભૂતિયા નળ જોડાણો તેમજ ઇલેકિટ્રક મોટર વડે પાણીચોરીના કિસ્સા દરરોજ મળતા હતા, હાલમાં પણ બેફામ પાણીચોરી ચાલું જ છે પરંતુ ચેકિંગ સદંતર બધં થઇ જતા હવે આવા કિસ્સા ઝડપાતા નથી, બીજી બાજું આવા પાણીચોરોને કારણે અનેક પ્રામાણિક કરદાતાઓને તેમના નળ કનેકશનમાં પૂરતું પાણી મળતું નથી. જો કોઈને પરિવારમાં સભ્યો વધુ હોય એક નળ જોડાણનું પાણી ઓછું પડતું હોય તો હવે સરળતાથી બીજું નળ જોડાણ મેળવી શકાય છે પરંતુ નિયમ મુજબ બીજું નળ જોડાણ લેવાને બદલે ભૂતિયું નળ જોડાણ ઝડપથી અને સરળતાથી મળતું હોય તુરતં ભૂતિયું નળ જોડાણ મેળવી લે છે જેથી ડિપોઝીટ કે વેરો વિગેરે ભરવાની જવાબદારી પણ ઉપસ્થિત થતી નથી. પોશથી લઇને પછાત વિસ્તારોમાં પાણીચોરીનું પ્રમાણ એક સમાન છે, પોશ વિસ્તારોમાં બોર ડુકવા લાગતા ખાનગી ટેન્કરથી પાણી મંગાવવું ન પડે ઇલેકિટ્રક મોટર વડે ડાયરેકટ પમ્પિંગ કરીને પાણીચોરી થઇ રહી છે અને પછાત વિસ્તારોમાં તો વર્ષેાથી ભૂતિયા નળ જોડાણ મારફતે પાણીચોરી ચાલુ છે.મહાપાલિકાએ કરોડો પિયાના ખર્ચે વસાવેલી બલ્ક વોટર ઓડિટની સ્કાડા સિસ્ટમમાં પણ કઇં ઝડપાતું નહીં હોય તેવા સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરમાં બેફામ પાણી ચોરી થઇ રહી છે છતાં વિતરણ કરાતા જથ્થા અને ઉપાડ થતા જથ્થા વચ્ચેનો ડિફરન્સ કેમ ઝડપાતો નહીં હોય તે સો મણનો સવાલ છે. અહીં આખં આડા કાન કરાતા હોવાની સંભાવના વધુ છે


ઇલેકિટ્રક મોટરથી થતી પાણીચોરીથી નુકસાન મહાપાલિકાને નહીં, પાડોશીને
ઇલેકિટ્રક મોટર વડે થતી પાણીચોરીથી મહાપાલિકા તંત્રને સીધું નુકસાન થતું નથી પરંતુ આ પ્રકારે જે લોકો પાણીચોરી કરતા હોય તેમના પડોશીઓને ઓછા જથ્થામાં અને ઓછા ફોર્સથી પાણી મળે છે. તત્રં તો જે વિસ્તારમાં જેટલો જથ્થો ફાળવવાનો હોય તેટલો સમય જ વાલ્વ ખોલે છે પરંતુ કોઇ મોટર મુકી વધુ પાણી ખેંચે તો તેનાથી આગળના નળ જોડાણ ધારકને ઓછું પાણી મળે


ગેરેજ, સર્વિસ સ્ટેશન, ચાની હોટેલો, ડેરી, કારખાના જેવા યુનિટોમાં પણ તપાસ નહીં
શહેરમાં પાણીનો સૌથી વધુ વપરાશ થતો હોય તેવા કોમર્શિયલ યુનિટોમાં ઓટો ગેરેજ, સર્વિસ સ્ટેશન, ચાની હોટેલો, ડેરીફાર્મની દુકાનો અને કારખાના સહિતના યુનિટોમાં ભૂતકાળમાં દર ઉનાળે ચેકિંગ કરાતું હતું અને આવા કોમર્શિયલ યુનિટોમાંથી પાણીચોરીથી પકડાતી પણ હતી. રહેણાંક જોડાણોમાં કદાચ તો દૂર પરંતુ કોમર્શિયલ જોડાણોમાં પણ આવું ચેકિંગ સદંતર બધં થઇ ગયું છે


નલ સે જલ યોજનામાં જોડાણ નહીં લેનારા ઉનાળામાં તત્કાલ ભૂતિયા જોડાણ લ્યે છે
કેન્દ્ર સરકાર દ્રારા દરેક પરિવારને પૂરતું પાણી મળે તે માટે નલ સે જલ યોજના અંતર્ગત દરેકને નળ જોડાણ મળે તે માટે સતત પ્રયાસો કર્યા પરંતુ જેમને વેરો ભરવો જ નથી કે કાયદેસરનું નળ જોડાણ મેળવવું જ નથી તેવા લોકો હાલ ઉનાળામાં તત્કાલ ભૂતિયા નળ જોડાણ મેળવી પાણી ચોરી કરે છે. ભૂતિયા નળ જોડાણ આપવામાં મ્યુનિ.કોન્ટ્રાકટરના સ્ટાફની જ ભૂમિકા હોય છે તેવું અનેક વખત બહાર આવી ચૂકયું છે


કોઇ પણ શેરીમાં એકાદ બે રહીશો મોટર મૂકે પછી બધાએ મુકવી પડે !
શહેરની કોઈ પણ સોસાયટીની એક શેરીમાં એકાદ બે રહીશો ઇલેકિટ્રક મોટર મૂકી ડાયરેકટ પમ્પિંગ શ કરે ત્યારબાદ અન્યોને ઓછું પાણી મળે છે જેના લીધે એવું બને છે કે ધીમે ધીમે શેરીના તમામ રહીશો મોટર મુકવા લાગે છે ! જેના પરિણામે તેમનાથી આગળની શેરીમાં પાણી ઓછું મળે છે. જે વિસ્તારોમાં સવારે પાણી વિતરણ થાય છે તેવા વિસ્તારોમાં મોટર વધુ મુકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application