સુરતના કામરેજ નજીક બેકાબુ ટેમ્પાએ ડિવાઈડર કુદીને બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતી સહિત ચારના મોત

  • February 27, 2023 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સુરતમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.  સુરતનાઅ કામરેજ નજીક અંત્રોલી ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બેકાબૂ ટેમ્પોના ચાલકે  બેફામ ડ્રાઇવિંગ કરી ડિવાઈડર કુદીને બાઈકચાલકોને અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


અંત્રોલી ગામ પાસે પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર કુદી ગયો હતો અને સામેથી આવતા બાઇક ચાલકોને અડફેટે લીઘા હતા. આ દર્દનાક અકસ્માતમાં બે અલગ-અલગ બાઇક સવારોમાં કુલ ચાર વ્યક્તિના મોત થયા છે. માહિતી મુજબ આ ઘટનામાં એક પતિ-પત્નિનું પણ મોત થયું છે.
​​​​​​​

પુરપાટ આવતો ટેમ્પો ડિવાઇડર કુંડી બાઇકચાલકોને અડફેટે લેવાની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આ સાથે અન્ય એક ઇજાગ્રસ્ત લોકોને  સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હવે આ મામલે એ સવાલ થાય છે કે, આ અકસ્માતમાં ટેમ્પોની બ્રેક ફેઇલ થઈ ગઈ હતી કે પછી ટેમ્પો ચાલકની બેદરકારીને કારણે 4 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે ? હાલ સમગ્ર મ્મલે પોલીસ સ્ટેશને વઘુ તપાસ હાથ ઘરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application