રામલલ્લાની પ્રાણ પ્તિષ્ઠા હિંદુ રીતિ રિવાજ મુજબ જ છે, બે શંકરાચાર્યનું ખુલ્લું સમર્થન

  • January 15, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના 'પ્રાણ  પ્તિષ્ઠા' સમારોહના વિરોધને વખોડતા કાંચી અને શૃંગેરીના શંકરાચાર્યેાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ૨૨ જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.સમારોહ દરમિયાન યજ્ઞશાળાની પણ પૂજા કરવામાં આવશે.આ સમારોહ સંપૂર્ણપણે હિંદુ રિવાજોને અનુપ યોજાઈ રહ્યાનું જણાવ્યું છે.
કાંચી કામકોટી મઠના શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતી સ્વામીગલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સમારોહ દરમિયાન યજ્ઞશાળાની પણ પૂજા કરવામાં આવશે. યજ્ઞશાળામાં ૧૦૦થી વધુ વિદ્રાનો પૂજા–અર્ચના અને હવનનો પ્રારભં કરશે. વડાપ્રધાન મોદી ખાસ કરીને ભારતમાં તીર્થસ્થળોના વિકાસમાં વિશ્વાસ રાખે છે. તેમણે કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોના પરિસરનો પણ વિસ્તાર કર્યેા છે. તેમણે સમારોહને સમર્થન આપવાનો પુનરોચ્ચાર કર્યેા અને એવા અહેવાલોની નિંદા કરી કે કોઈ તેની વિદ્ધ છે.

આ સમારોહ સંપૂર્ણપણે હિંદુ રિવાજોને અનુરૂપ

શૃંગેરી શારદા પીઠમ મહાસંસ્થાનમના શંકરાચાર્યએ પણ આ કાર્યક્રમને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ સમારોહ સંપૂર્ણપણે હિંદુ રિવાજોને અનુપ છે, અને દેશના લોકોના પ્રતિનિધિ તરીકે મોદીને ધાર્મિક વિધિઓ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા મંદિરમાં 'ગર્ભ ગૃહ' પૂર્ણ થયા પહેલા યોજાનારા પ્રાણ પ્રતિા' સમારોહ અંગે ચાર શંકરાચાર્ય વચ્ચે મત મતાંતર સામે આવ્યા હતા અને મોદીના વડપણ હેઠળ યોજાનારા સમારોહનો વિરોધ ઉઠો હતો.'યોતિરપીઠ, જોશીમઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વારાનંદએ કહ્યું હતું કે અયોધ્યા મંદિરમાં સમારોહને લઈને કોઈ વિવાદ થવો જોઈએ નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application