રામલલ્લાના ચહેરાની અદભુત, મનોરમ્ય અને સંપૂર્ણ તસવીર ગઈકાલે સામે આવી હતી. જેમાં રામલલાના માથા પર મુગટ છે અને હાથમાં ધનુષ અને બાણ છે. મૂર્તિને ફલોના માળા અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. આ પ્રતિમામાંથી આસ્થા અને આધ્યાત્મિકતાની ઝલક સ્પષ્ટ્ર દેખાય છે. જે રામ ભકતોને પહેલી નજરે જ આકર્ષે છે. ભગવાન રામના કપાળ પર લગાવેલું તિલક સનાતન ધર્મની મહાનતા દર્શાવે છે. મૂર્તિમાં ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મૂર્તિમાં સૂર્ય, ઓમ, ગણેશ, ચક્ર, શંખ, ગદા, સ્વસ્તિક અને હનુમાનજીની પ્રતિકૃતિઓ કંડારવામાં આવી છે. શિલ્પકાર અણ યોગીરાજે રામલલાની આ મૂર્તિને દિવ્ય અને ભવ્ય બનાવી છે.
રામલલાની મૂર્તિમાં ઉત્તર અને દક્ષિણ ભારતનો સમાવેશ જોવા મળશે. તે ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોનું વર્ણન કરે છે – ૧– મત્સ્ય, ૨– કુર્મ, ૩– વરાહ, ૪– નરસિંહ, ૫– વામન, ૬– પરશુરામ, ૭– રામ, ૮– કૃષ્ણ, ૯– બુદ્ધ અને ૧૦મો કલ્કિ અવતાર. આ તમામ ૧૦ અવતારોની કલાકૃતિ મૂર્તિમાં સમાવિષ્ટ્ર કરવામાં આવી છે. આ મૂર્તિમાં હનુમાનજી અને ગડજીની પ્રતિકૃતિઓ પણ છે. પ્રતિમાની પહોળાઈ ૩ ફટ છે. પ્રતિમાની ઉંચાઈ ૫૧ ઈંચ છે. યારે ફલો સાથે મૂર્તિની ઐંચાઈ ૮ ફટ હશે. આ મૂર્તિ કૃષ્ણના પથ્થરમાંથી બનાવવામાં આવી છે.
રામ મંદિરના ગર્ભગૃહમાં હાજર રામલલ્લાની મૂર્તિમાં અનેક વિશેષતાઓ છે. શ્યામ મૂર્તિની ઉંમર હજારો વર્ષ છે, તે પાણી પ્રતિરોધક છે, મૂર્તિની ચમક ચંદનની અસર થતી નથી. રામલલ્લાની મૂર્તિની પગના અંગૂઠાથી કપાળ સુધીની કુલ ઐંચાઈ ૫૧ ઈંચ છે. મૂર્તિનું વજન ૧૫૦ થી ૨૦૦ કિલો જેટલું છે. મૂર્તિ પર મુગટ શોભે છે. શ્રી રામના હાથ ઘૂંટણ સુધી લાંબા છે. માથું સુંદર અને આંખો મોટી છે. કપાળ ભવ્ય છે. મૂર્તિ કમળના તળાવ પર સ્થાયી મુદ્રામાં છે. રામલલ્લાના હાથમાં ધનુષ્ય અને તીર છે, ૫ વર્ષના બાળક જેવી નિર્દેાષતા મૂર્તિમાં પ્રતિબિંબિત થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech