દસ દિવસમાં રામલલ્લાને મળ્યું ૧૨ કરોડનું દાન

  • February 03, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રામ ભકતો રામલલ્લા ના દરબારમાં મન મુકીને દાન કરી રહ્યા છે. રામ મંદિર માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી દાન આપવામાં આવી રહ્યું છે. યારથી રામ મંદિર સામાન્ય ભકતો માટે ૨૩ જાન્યુઆરીએ ખુલ્યું છે ત્યારથી ભકતોની સતત ભીડ જોવા મળી રહી છે.


છેલ્લા દસ દિવસમાં રામલલ્લા ને લગભગ ૧૨ કરોડ પિયાનું દાન મળ્યું છે. ૨૨ જાન્યુઆરીના રોજ, રામ લલ્લાના અભિષેકના દિવસે, સમારંભમાં હાજર રહેલા આઠ હજાર મહેમાનોએ આ ભંડોળ પૂરા દિલથી સમર્પિત કયુ હતું. આ કારણે ૨૨ જાન્યુઆરીએ રામ લલ્લાને ૩.૧૭ કરોડ પિયાનું દાન મળ્યું હતું. ૧૧ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી સાથે ભાજપના તમામ ધારાસભ્યો રામ લલ્લાના દર્શન કરશે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને સમર્થક પક્ષોના ધારાસભ્યો પણ હાજર રહેશે. આ પહેલા સીએમ યોગીએ ૧ ફેબ્રુઆરીએ કેબિનેટ સાથે દર્શન કરવાની જાહેરાત કરી હતી.

નવનિર્મિત રામ મંદિરનું વાર્ષિક ઉત્સવ લીસ્ટ તૈયાર કરાયું છે. નવા મંદિરમાં ૧૪ ફેબ્રુઆરીએ વસતં પંચમી પ્રથમ તહેવાર તરીકે ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રામ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ૧૨ મુખ્ય તહેવારો અને ઉત્સવો ઉજવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application