અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિના અભિષેકની વિધિને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન, ગર્ભગૃહમાં સ્થાપિત થનારી મૂર્તિને લઈને ચર્ચાઓનું બજાર ત્યારે વધુ ગરમાયું યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે કર્ણાટકના શિલ્પકાર અણ યોગીરાજની પ્રતિમા તેના માટે પસદં કરવામાં આવી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, આ સંબંધમાં સત્તાવાર જાહેરાત ૧૭ જાન્યુઆરીએ જ કરવામાં આવશે.
ટ્રસ્ટને ત્રણ અલગ–અલગ શિલ્પકારો દ્રારા બનાવેલી રામલલાની મૂર્તિ મળી છે, જેમાંથી એકની પસંદગી કરવાની છે. કહેવાય છે કે ત્રણેય પ્રતિમાઓ ખૂબ જ સુંદર છે અને ટ્રસ્ટના અધિકારીઓએ તેમાંથી એકની પસંદગી કરી છે. ત્રણેય શિલ્પકારોની મૂર્તિઓ પગથી કપાળ સુધી ૫૧ ઈંચ ઉંચી છે. પ્રભાવલી સહિતની સમગ્ર મૂર્તિ આઠ ફટથી વધુ ઐંચી અને સાડા ત્રણ ફટ પહોળી છે. ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે જણાવ્યું હતું કે રામ મંદિરમાં ત્રણેય મૂર્તિઓનો ઉપયોગ કરવામાં આવશે.
ત્રણેય પ્રતિમાઓના જુદા જુદા ખડકો
મૂર્તિ બનાવનાર ત્રણ શિલ્પકારોમાં અણ યોગીરાજ (મૈસુર) ,ગણેશ એલ. ભટ (બેંગલુ) કર્ણાટકના અને ત્રીજા સ્થાને સત્યનારાયણ પાંડે રાજસ્થાનના છે. એવું કહેવાય છે કે મૂર્તિ બનાવવા માટે ભટ્ટે કર્ણાટકના કરકલાથી કાળા–ભૂરા રંગના નેલ્લીકારી ખડક (શ્યામ શિલા)નો ઉપયોગ કર્યેા હતો, યોગીરાજ એચ.ડી. કોટા અને પાંડેના સફેદ ગ્રે અર્ધ ગ્રેનાઈટ ખડક પ્રખ્યાત સફેદ મકરાણા આરસ પથ્થર પર કામ કરી રહ્યા હતા.
મૂર્તિની પસંદગી અંગે ટ્રસ્ટ તરફથી કોઈ માહિતી મળી નથી: મૂર્તિકાર અણ યોગીરાજ
શ્રી રામ મંદિરમાં સ્થાપિત થનારી ભગવાન રામની મૂર્તિમાં પાંચ વર્ષના રામલલ્લાનું પ હશે, જેમાં ધનુષ અને બાણ હશે. આ પ્રતિમા એચડી કોટાના સફેદ ગ્રે સેમી ગ્રેનાઈટ ખડકથી બનેલો છે. મૂર્તિને લઈને હાલ મૈસુરના યોગીરાજ પણ ચર્ચામાં છે. મંત્રીથી લઈને સંત્રીઓ તેમને અભિનંદન આપી રહ્યા છે. જો કે યોગીરાજનું કહેવું છે કે મૂર્તિની પસંદગી અંગે તેમને ટ્રસ્ટ તરફથી હજુ સુધી કોઈ માહિતી મળી નથી. શિલ્પકાર અણ કહે છે કે તેઓ હજુ પણ પ્રતિમાની પસંદગી અંગે ટ્રસ્ટ તરફથી માહિતીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ કેન્દ્રીય મંત્રી જોશી અને અન્ય બીજેપી નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટસે તેમને ખાતરી આપી કે તેમનું કાર્ય સ્વીકારવામાં આવ્યું છે. ભગવાન રામની બાળ–મૈત્રીપૂર્ણ મૂર્તિ બનાવવાનું કાર્ય ખૂબ જ પડકારજનક હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech