કથિત કલ્કિ અવતાર તરીકે ઓળખ આપનાર રમેશચંદ્ર ફેફર ફરી વિવાદમાં, કહ્યું, "પરશુરામ રાક્ષસ છે, બ્રાહ્મણો હાર્ટ એટેકથી મરી જશે, PM મોદીને ગણાવ્યા દુર્યોધન"

  • August 26, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​રાજકોટમાં કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશ ચંદ્ર ફરી વિવાદમાં આવ્યા છે. ભગવાન પરશુરામ ભગવાનને રાક્ષસ કહ્યા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દુર્યોધન તરીકે ગણાવ્યા છે.

આજે મીડિયા સમક્ષ કથિત કલ્કી અવતાર તરીકે પોતાને ઓળખ આપનાર રમેશચંદ્ર ફેફરે વિવાદિત નિવેદન આપ્યા છે. જેમાં ભગવાન પરશુરામને રાક્ષસ ગણાવી, બ્રાહ્મણો વિધર્મી છે અને નરકમાં જશે તેવું જણાવ્યું છે. જેટલા પર બ્રાહ્મણો મંદિરમાં પૂજા કરે છે તે નરકમાં જશે. તેમજ જે લોકો શરીર શ્રમ કરે છે જેવા કે જે લોકો શેરી વાળે છે, સ્વીગી, ઝોમેટોમાં ડિલિવરી માટે છે તેવા લોકો સ્વર્ગમાં જશે. આ સાથે હિન્દુ ધર્મને પાંખડી ગણાવ્યો છે. જેને લઇને હિન્દુ સમાજ અને ખાસ કરીને બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આગામી ચૂંટણીને લઈને ચંદ્રયાન 3નું લેન્ડિંગ ખોટું છે તેવું ગણાવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્યોધન હોવાનું ગણાવતા ખળભળાટ મચી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application