રામચરણની પત્ની ઉપાસનાએ ડિલિવરી માટે અમેરિકન ડોક્ટરને બોલાવ્યા

  • March 01, 2023 04:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • RRR ફેમ એક્ટર રામચરણ તેજા લગ્નના 11 વર્ષ બાદ પિતા બનવા જઇ રહ્યો છે
  • એક્ટરની પત્ની ઉપાસનાએ વિદેશી ડોક્ટરને ટ્વીટ કરી- તમે આવો હું રાહ જોઇ રહી છું



રાજામૌલીની ફિલ્મ RRR ફેમ અને સાઉથના સુપર સ્ટાર ચિરંજીવીનો પુત્ર રામચરણ હવે બોલીવૂડમાં પણ જાણીતો થઇ ગયો છે. જો કે તેની બોલીવૂડ ડેબ્યુ અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝંઝીરની રિમેકમાં તેને સફળતા મળી નહતી. હવે તેની ફિલ્મ આરઆરઆર અને તેનું નાટુ નાટુ ગીત સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે બેવડી ખુશી રુપે તે પિતા પણ બનવા જઇ રહ્યો છે.

 રામ ચરણ ફિલ્મ RRRની સફળતા બાદ દુનિયા પર રાજ કરી રહ્યો છે. તેની ફિલ્મે વિશ્વભરમાં જ વધારે કમાણી જ કરી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે. ફિલ્મના ગીત નટુ-નટુને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો અને ઓસ્કાર માટે નોમિનેશન મળ્યું છે.

 હાલમાં રામ ચરણ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે. વાસ્તવમાં તે અને તેની પત્ની ઉપાસના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. ત્યારે તેની પત્ની ઉપાસનાએ અમેરિકન ડોક્ટરને પોતાની ડિલિવરી માટે ભારત આવવા આમંત્રણ આપ્યા છે. ઉપાસનાએ ટ્વીટ કરી ડો. ઝેન ઓસ્ટીનને કહ્યું કે તમે ભારત આવો હું તમારી રાહ જોઇ રહું છું.

રામ ચરણ USAના શો ગુડ મોર્નિંગ અમેરિકામાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે તેની ફિલ્મ RRR તેમજ તેના આવનાર બાળક વિશે વાત કરી હતી. શોના હોસ્ટ ડો. જેન ઓસ્ટિને રામ ચરણને તેના આવનાર બાળક માટે અભિનંદન પાઠવ્યા હતા.

ત્યારે અભિનેતાએ તેમને કહ્યું હતું કે, તે તેનો ફોન નંબર તેની પત્ની સાથે શેર કરશે, કારણ કે તેને તમારા માર્ગદર્શનની જરૂર છે. જેના પર ડો. ઝેને તેને કહ્યું કે, તે હંમેશા તેની સાથે રહેશે. ઉપરાંત, તે તેના બાળકને જન્મ આપ્યા પછી ખુશ થશે.

રામ ચરણે ગયા વર્ષે ડિસેમ્બરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પત્નીની પ્રેગ્નન્સી વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું હતું કે, ભગવાનના આશીર્વાદથી અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, રામ ચરણ અને ઉપાસનાના લગ્નને લગભગ 11 વર્ષ થઈ ગયા છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application