RRR ફેમ રામ ચરણની ફિલ્મ RC-15નું નામ ગેમચેન્જર રખાયું

  • March 29, 2023 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ચિરંજીવીના પુત્રના બર્થડે પર ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવામાં આવ્યું
  • ફિલ્મમાં બીજી વાર રામચરણ કિયારા અડવાણી સાથે સ્ક્રિન શેર કરશે



સાઉથના સ્ટાર ચિરંજીવીનો પુત્ર અને રાજામૌલીની ઓસ્કાર વિનર ફિલ્મ RRR વધુ ફેમસ થયેલો એક્ટર રામ ચરણ તેજા હવે 38 વર્ષનો થઇ ગયો. તેનો બર્થડે ઉજવવાની સાથે જ તેની આવનારી ફિલ્મનું નામ પણ જાહેર કરી દેવાયું. જેનું અત્યાર સુધી ટેન્ટેટીવ નામ આરસી 15 હતું.

રામ ચરણ અને કિઆરા અડવાણીની પોલિટિકલ થ્રિલર ફિલ્મ RC15નું નામ બદલીને ગેમ ચેન્જર કરી દેવામાં આવ્યુ છે. આજ રોજ રામ ચરણનાં જન્મદિવસનાં શુભ પ્રસંગે ડાયરેક્ટર એસ શંકરે એક વીડિયો શેર કરીને ફિલ્મનાં ટાઈટલ અંગે માહિતી આપી હતી.

ડાયરેક્ટર એસ શંકરે સોશિયલ મીડિયા પર રામચરણને હેપ્પી બર્થ ડે વિશ કર્યું હતું. તેઓએ લખ્યુ હતું કે, હેપ્પી બર્થ ડે ટુ વર્લ્ડ વાઈડ ચાર્મર! સ્ક્રિન પર તમારુ તેજ અને તમારુ ડેરિંગ તથા ઓફ સ્ક્રિન તમારી સ્વીટનેસ જ તમને ગેમ ચેન્જર બનાવી શકે છે. આ ફિલ્મમાં રામ ચરણની સાથે કિઆરા અડવાણી, અંજલી, એસ જે સૂર્યા અને જયરામ પણ છે.

આજે રામ ચરણ પોતાના 38માં જન્મદિવસની ઊજવણી કરી રહ્યા છે. તેઓએ બે દિવસ પહેલા ગેમ ચેન્જરનાં સેટ પર કિઆરા અડવાણી, ડાયરેક્ટર શંકર અને બાકીનાં ટીમનાં લોકોની સાથે પ્રી બર્થ ડે પાર્ટી ઊજવી હતી. આ રામ ચરણ અને કિઆરાની ઓન સ્ક્રિન બીજી ફિલ્મ હશે. તે પહેલા વિનયા વિધેયા રમામાં એકસાથે કામ કરી ચૂક્યા છે.

અગાઉ ફિલ્મનાં પ્રોડ્યૂસર દિલ રાજૂએ ધ ગ્રેટ આંધ્રને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર અને ટાઈટલ જલ્દી જ રિલીઝ થવાનું છે. આશા છે કે, 27 માર્ચે તમે ફિલ્મનું પહેલુ પોસ્ટર જોઈ શકશો. શંકર ફર્સ્ટ લૂક પોસ્ટર માટે કંઈક સ્પેશિયલ પ્લાન કરી રહ્યા છે. ત્યાર બાદ આ ફિલ્મનું ટાઈટલ રામ ચરણનાં બર્થ ડે પર રિલીઝ કરવામાં આવ્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application