રાયસભાના સાંસદ એવા મૂળ પોરબંદરના વતની રામભાઇ મોકરીયાની દસ જિલ્લાના ભાજપના રાષ્ટ્ર્રીય સદસ્યતા અભિયાન સંગઠન પર્વના માર્ગદર્શક તરીકેની વરણી કરવામાં આવી છે.
રાયસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા મચણઆટે ગુજરાત રાયના ૧૦ જિલ્લાઓમાં ભાજપની રાષ્ટ્ર્રીય સદસ્યતા અભિયાન – સંગઠન પર્વના માર્ગદર્શક તરીકે વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્રારા સોંપવામાં આવેલ નવી જવાબદારીને તેઓએ સહર્ષ રીતે સ્વીકારી લીધેલ છે, અને તેઓએ ભાજપના સંગઠનને ગુજરાત રાય સહિત અન્ય રાયમાં વધુ મજબૂત બનાવવા માટે પોતાના અનુભવ સાથે તમામ શકિતઓ કામે લગાડી દીધેલ છે. રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયા ઘણા વર્ષેાથી ભાજપ સાથે સંકળાયેલા હોવાથી સંગઠનનો જેમ બને તેમ વ્યાપ વધારવાનો બહોળો અનુભવ ભાજપમાં વર્ષેાથી ધરાવે છે.
રાયસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ઉપરાંત કચ્છ તથા સૌરાષ્ટ્ર્રના જામનગર શહેર ,જામનગર જીલ્લો, દેવભૂમિ દ્રારકા, રાજકોટ શહેર સહિત ૧૦ જીલ્લોઓની જવાબદારી સોપવામાં આવેલ છે.
ભારતીય જનતા પાર્ટીએ આપેલ રાષ્ટ્ર્રીય સદસ્યતા અભિયાન (સંગઠન પર્વ)માં માર્ગદર્શક તરીકેની જે કામગીરી સોપવામાં આવી છે. તે રામભાઈ મોકરીયા તથા તેઓની ટીમ રાત–દિવસ જોયા વિના કામ કરી રહી છે. દર વખતની જેમ આ કાર્ય પણ સમયસર તેમજ યોજનાબદ્ધ કાર્ય રામભાઈ મોકરિયા તથા તેઓની ટીમ પૂર્ણ કરશે તેમાં કોઈ શંકા નથી.
રાય સભાના સાંસદ રામભાઈ મોકરીયા ની આ નિમણૂકને ભાજપના આગેવાનો કાર્યકરોએ હર્ષભેર વધાવી લીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech