ઉત્તરાયણમાં અગાસીઓ પર રામ આયેંગે ગૂંજ્યું

  • January 15, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં લોકોએ ઉતરાયણની ઉજવણી હર્ષેાલ્લ ાસથી થઈ હતી. સવારથી જ ધાબા પર ચડેલા લોકોએ ડીજે સોંગના તાલ સાથે પતંગો ઉડાવી હતી.
આ વખત ઉતરાયણના પ્લે લીસ્ટમાં પતંગોના ગીતોની સાથે રામ મંદિર પ્રાણ પ્રતિ ા મહોત્સવની પણ અસર દેખાઈ હતી અને લોકો રામ આયેંગે, ભગવા રંગ, ભારતકા બચ્ચા જયશ્રી રામ બોલેગા જેવા ગીતોમાં પણ ઝુમ્યા હતા.  કાઈપો છે છેના નાદ સાથે રાજકોટ ગુંજી ઉઠયું હતું. પતગં રસિયાઓએ સવારથી સાંજ સુધી પતગં ઉડાડી હતી. તેમને પવનનો પણ સાથ મળ્યો હતો. સમગ્ર સૌરાષ્ટ્ર્રના ઘર ઘરમાં ઉંધીયાની જયાફત પણ લોકોએ ઉઠાવી હતી. મકરસંક્રાંતિને દાન પુણ્યનો તહેેવાર કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર્રવાસીઓએ ગૌશાળા, પાંજરાપોળમાં યથાશકિત મુજબ અનુદાન કરીને પુણ્યની કામગીરી પણ કરી હતી.

કાર્ટુન અને મોદી યોગીની જુગલ બંધીવાળી પતંગોનું સામ્રાજય આકાશમાં જોવા મળ્યું હતું. પતંગો વચ્ચે પેચ લાગતા એ ગઈની ચીચીયારીઓ પણ ગુંજી ઉઠી હતી. ન માત્ર અગાસી કે ધાબા પર પરંતુ સોશ્યલ મીડીયા પર પણ ઉતરાયણ છવાયેલી જોવા મળી હતી. લોકોના પતગં ઉડાવતા ફોટા અને વિડીયોઝ સ્ટોરી સ્ટેટસમાં પતંગના ગીતો જેવા કે, તું જાણે પતગં છે ને હત્પં છું ડોર, ઉડી ઉડી જાય, ઉઠે ખ્વાબો કો મના લેંગે, કટી પતંગો ક કાંટેગ સાથે જોવા મળ્યા હતા અને સોશ્યલ મીડીયાના માધ્યમથી પણ લોકો એ એેકબીજાને મકરસંક્રાંતિની શુભેચ્છા આપી હતી. કેટલાક લોકોએ તો અગાસી પર શેરડી, ચીકી, બોર, જામફળ, મમરાના લાડુનો પણ લાભ ઉઠાવ્યો હતો. બાળકોએ અવનવા માસ્ક પહેરીને તથા પીપુડીઆ વગાડીને પતંગોનો આ તહેવાર ઉજવ્યો હતો.
પહેલા લોકોમાં ઉતરાયણની બાબતે થોડી અવઢવ જોવા મળી હતી પરંતુ લોકોએ રવિવારે જ પતગં ચગાવીને ઉજવણી કરી હતી. જયારે ધાર્મિક દ્રષ્ટ્રીએ આજે ઉતરાયણ હોય દાન, પુણ્ય, ધર્માદા જેવા કાર્યેા આજે કર્યા હતા અને આવી રીત બે દિવસ સુધી તહેવાર ઉજવ્યો હતો.

કાયપો છે અને જયશ્રી રામના નારા સાથે ગોંડલવાસીઓએ ઉજવી ઉત્તરાયણ

ગોંડલમાં અવનવી પતંગો ચગાવી શહેરીજનોએ આકાશને ભરી દીધું હતું. શહેરી અને સોસાયટી વિસ્તારમાં સવારથી જ લોકો ધાબા પર ચડી પતગં ચગાવવાની મજા માણી હતી. કાયપો છે ના ગગનભેદી નારા સતત ગુંજતા હતા. સાથોસાથ અયોધ્યામાં રામલલ્લ ાની પધરામણીન લઈને વિવિધ ગીતો અને જયશ્રી રામના નારા સાથે મ્યુઝીક સિસ્ટમો દિવસભર ગુંજતી રહી હતી. કેટલાક ધાબા પર બહેનો ગરબા પણ લીધા હતા. ચીકી, જીંજરા, શેરડી સાથે મોટાભાગના ઘરમાં ઉંધીયાની જયાફત ઉડાવાઈ હતી. એકંદરે ઉતરાયણને ગોંડલવાસીઓએ હર્ષેાલ્લ ાસ અને ઉન્માદ સાથે ઉજવી હતી. બીજીબાજુ વિજ તંત્રને દિવસભર દોડધામ રહી હતી. વિજ પોલના વાયરમાં અટવાઈ ત્યારે બે વાયર ભેગા થવાથી અનેક જગ્યાએે ધડાકા સાથે ફીડરો બળી ગયાની ૩૦ જેટલી ફરિયાદના પગલે વારંવાર વિજળી ગુલ થતી હોય પીજીવીસીએલ તત્રં દિવસભર દોડતું રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application