રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક જવાનોની રેલી

  • January 16, 2024 05:16 PM 

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો આજથી પ્રારંભ કરાયો હતો. જેમાં ભાવનગર જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત રેલી, ચિત્ર પ્રદર્શન, વાહન ચાલકોને જાગૃતતા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવામાં આવશે.
ભાવનગર જિલ્લા પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ નિમિતે ઉજવણીનો આજથી પ્રારંભ કરાયો હતો. જેમાં ભાવનગર શહેરના વિદ્યાનગર પોલીસ લાઈન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. હાલ વધારા જતા વાહનો અને જેને લઇ થતા અકસ્માત અટકાવવા અંગે લોકોમાં જાગૃતતા લાવવા પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત આજથી વિદ્યાનગર પોલીસ લાઈન ખાતેથી ટ્રાફિક રેલીનું આયોજન કરાયું હતું. તેમજ એક માસ દરમિયાન રોડ-રસ્તા તેમજ હાઇવે પર વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અંગે માહિતી આપવી, ટ્રાફિક સાઈનની સમજણ, ચિત્ર પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજાવમાં આવશે. વિદ્યાનગર ખાતેથી પ્રારંભ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા પોલીસ વડા ડૉ.હર્ષદ પટેલ, ઇન્ચાર્જ આરટીઓ ઇંદ્રજિત ટાંક સહિતના અધિકારીઓ, પોલીસ અને આરટીઓના કર્મચારીઓ તેમજ એનજીઓના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application