આજે રક્ષાબંધન સાથે ચાર તહેવારોનો સંયોગ રચાયો છે.જેમાં શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર, રક્ષાબંધન, નારિયેરી પૂનમ, બળેવ મળી કુલ ચાર પર્વત્સવ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં ઉજવાયો છે.
શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારની સાથે રક્ષાબંધન હોવાથી ભાવિકોમાં પણ ભારે ઉત્સાહ છવાયો છે. પરંપરાગત ઉમગં અને ઉત્સાહ સાથે આજે પર્વેાત્સવની ઉજવણી ની રંગત ઘેર ઘેર છવાઈ ગઈ છે. આ વર્ષે સવારે નૂતન યજ્ઞ પવિત્ર ધારણ કરવાની વિધિ ભૂદેવો દ્રારા કરવામાં આવી હતી જેમાં સમૂહમાં ભૂદેવોએ એકત્ર થઈ વિધિ વિધાન સાથે નવી જનોઈ ધારણ કરી હતી.
આજે ભદ્રા યોગ હોવાના લીધે બપોરે ૧:૩૦ વાગ્યાથી બહેનો ભાઈને રાખડી બાંધશે. બપોરે દોઢ વાગ્યા થી ૭:૩૦ વાગ્યા સુધી રાખડી બાંધવા માટેનું સર્વશ્રે મુરત હોવાનું યોતિ તો જણાવી રહ્યા છે. બહેનો તેમના લાડલા ભાઈ ને રાખડી બાંધી,, કંકુ તિલક અને મોઢું મીઠું કરાવી સાથે મોઢું મીઠું કરાવી રક્ષાબંધન પર્વ બનાવશે.
આજે શ્રાવણ સુદ પૂનમ ના દિવસે રક્ષાબંધન સાથે નારીયાળી પૂનમ પણ સાગર ખેડુઓ દ્રારા ઉજવવામાં આવી હતી જેમાં દરિયા દેવનો વિધિવત પૂજન કરી દરિયો ખેડવાનો ફરીથી પ્રારભં કરે છે નારિયળ સાથે રાખી શાક્રોત રીતે દરિયાની પૂજા કરે છે. આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર હોય સોમનાથ સહિતના શિવ મંદિરોમાં ભાવિકોની પણ ભારે ભીડ જોવા મળી હતી. શિવ મંદિરોમાં શિવજીને રીઝવવા માટે અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે હવે સાતમ આઠમના તહેવારો પણ નજીક આવી રહ્યા હોય સૌરાષ્ટ્ર્રમાં તહેવારોની રંગત છવાઈ ગઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ
April 08, 2025 12:12 PMસની દેઓલ 30 વર્ષ પછી શાહરૂખ સાથે કામ કરવા તૈયાર
April 08, 2025 12:11 PMખંભાળિયા કબર વિસોત્રી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો
April 08, 2025 12:10 PMઅભિષેક જયા અને નવ્યા સાથે એરપોર્ટ પર ક્લિક થયો, ઐશ્વર્યાની ગેરહાજરી ફેન્સને ખૂંચી
April 08, 2025 12:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech