પોરબંદર બરડા વિસ્તારમાં શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતી શ્રી. સ્વ. પી.એસ.એમ. ઠકરાર હાઇસ્કૂલ- પારવાડા ખાતે રાખડી સ્પર્ધા યોજાઇ હતી. શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા અવનવી ડિઝાઇનમાં રાખડીઓ બનાવવામાં આવી હતી. ખાસ કરીને દેશભક્તિને લગતી રાખડીઓમાં ત્રીરંગા કલરની રાખડીઓ, શ્રાવણ મહિનામાં ખાસ ભોળાનાથની રાખડી, વિઘ્નહર્તા ગણપતિના ડિઝાઇનની રાખડીઓ તેમજ અવનવી રાખડીઓએ ખાસ આકર્ષણ જમાવ્યુ હતું. આ સ્પર્ધાથી બહેનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમની સફળતા માટે શાળામાં શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન આપ્યુ હતું. શાળાના આચાર્ય એન.એમ. ડોડીયાએ વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા સ્ટાફને અભિનંદન આપ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech