ડ્રામા ક્વીન રાખી સાવંતના ભાઇની ચેક બાઉન્સ કેસમાં ધરપકડ

  • May 10, 2023 09:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  • રાકેશ સાવંત સામે 2020માં એક વેપારીએ નોંધાવી હતી ફરિયાદ
  • કોર્ટે રાખીના ભાઇને 22 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો


 ડ્રામા ક્વીન રાખી સાવંત હંમેશાં ચર્ચામાં રહે છે. આ વખતે ભાઇને કારણે રાખીનું નામ ચર્ચામાં છે. તેના ભાઇ રાકેશની ચેક બાઉન્સ કેસમાં 7મેના રોજ રાકેશ સાવંતની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ એક નિર્દેશક, નિર્માતા અને લેખક છે. સોમવારે 8મી મેના રોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
 

આ કેસ 2020નો છે. જ્યારે એક વેપારીએ રાકેશ સાવંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અને પછી તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્રણ વર્ષ પહેલા પણ આ કેસમાં રાકેશની ધરપકડ કરવામાં આવી હતી. જો કે કોર્ટે તેને જામીન આપ્યા. હવે કોર્ટે તેને 22 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.


બીજી બાજુ રાખીએ પતિ આદિલ પર છેતરપિંડી અને એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. હવે રાખીએ ચોંકાવનારો દાવો કરેલો જ છે. રાખીએ તેની માતાના મૃત્યુ માટે આદિલને જવાબદાર ઠેરવ્યો છે. સાથે  તેના પર મારપીટનો આરોપ લગાવતા હવે પોલીસ પાસે સુરક્ષાની માગ કરી છે. રાખીએ આદિલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોમવારે એટલે કે 5 ફેબ્રુઆરીએ રાખી સાવંત, આદિલ વિરુદ્ધ ઓશિવારા પોલીસ સ્ટેશન પહોંચી હતી.


 આ કેસમાં રાકેશ સાવંત અને મિત્ર વાહિદ ખાને અભિનેત્રી સાથેના મારપીટના પુરાવા અને મેડિકલ રિપોર્ટ્સ બતાવ્યા હતા. એક વિડીયોમાં વાહિદ ખાન કહે છે કે...

 

હવે હું તમારી સામે એક એવો ફોટોગ્રાફ અને મેડિકલ રિપોર્ટ મૂકવા જઈ રહ્યો છું જે સાબિત કરશે કે આદિલ કેટલી ખરાબ રીતે રાખીને પીટતો હતો. ત્યારબાદ તે રાખીના હાથ પર થયેલી ઈજા બતાવે છે. આ જોઈને તમને ખબર પડી જશે કે આદિલ એક મહિલા સાથે કેટલું ખરાબ વર્તન કરતો હતો.



પછી તેણે છાતી પર થયેલી ઈજાની તસવીર પણ બતાવી. તેણે કહ્યું- તે રાતની વાત હતી જ્યારે રાખીની માતાનું નિધન થયું હતું અને તે જ રાત્રે તેણે રાખી સાથે મારપીટ પણ કરી હતી.


ગત મહિને રાખી સાવંતે દાવો કર્યો હતો કે, તેને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીભર્યો મેઈલ આવ્યો છે. મેઈલમાં તેને ચેતવણી આપવામાં આવી છે કે તે સલમાન ખાનના કેસથી દૂર રહે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application