પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાની વહેતી વાતો વચ્ચે રાજકુમાર રાવે જાહેર કર્યું સત્ય

  • April 20, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

"તે હું નથી:રાજકુમાર રાવની ચોખવટ


પાછલા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમનો ચહેરો થોડો અલગ દેખાઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમણે પોતાના ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.

હાલમાં જ સોશિયલ મીડિયા પર રાજકુમાર રાવનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તેનો ચહેરો થોડો બદલાયેલો દેખાઈ રહ્યો છે. હવે રાજકુમારનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં જ તેના બાદ એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેમણે પોતાના ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જોકે આ વાત કેટલી સાચી છે તેનો જવાબ તો ફક્ત રાજકુમાર જ જણાવી શકે છે. ત્યાં જ હવે તેમણે ફોટોની હકીકત જણાવી છે. 

રાજકુમાર રાવના એ ફોટો પર સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ બની રહ્યા છે. હવે એક ઈન્ટરવ્યૂમાં તેમણે મીમ્સને ફની ગણાવ્યા છે અને કહ્યું છે કે તે ફોટો તેમના જેવો બિલકુલ નથી. તેમણે કહ્યું કે, "તે હું નથી."

તેમણે કહ્યું કે તેમને એવું લાગી રહ્યું છે કે કોઈએ મજાક કરી  છે અને ફોટો એડિટ કર્યો છે. તેમના આ નિવેદનથી સર્જરી કરવાની વાત તો ખોટી સાબિત થઈ ગઈ. પરંતુ તેમણે આ ખુલાસો કર્યો છે કે તેમણે 8-10 વર્ષ પહેલા ફિલર્સનો ઉપયોગ કર્યો હતો. 


ફિલર્સ કરાવવા પર રાજકુમાર રાવે શું કહ્યું? 

તેમણે કહ્યું કે શરૂઆતમાં લોકો તેમના પર કમેન્ટ કરતા હતા. તેમણે સમજી વિચારીને ફિલર્સ કરાવ્યા હતા. તેમણે કહ્યું કે કોન્ફિડન્સ વધારવા માટે તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે ફેસના ચીનના ભાગમાં ફિલર્સ કરાવ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News