હાથમાં બંદૂક પકડીને બતાવ્યો સ્વેગ નવી ફિલ્મનું એલાન
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ આ દિવસોમાં એની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ ની સકસેસ એન્જોય કરી રહ્યાં છે. આ વચ્ચે એક્ટરે નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. જો કે આ પોસ્ટર રિલીઝ થતાંની સાથે છવાઇ ગયું છે.
બોલિવૂડ સ્ટારર રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી રહી છે. આ દિવસોમાં એક્ટર સ્ત્રી 2 મુવીની સકસેસ એન્જોય કરી રહ્યાં છે. આ વચ્ચે રાજકુમાર રાવે એમની આગામી ફિલ્મનું એલાન કરીને ફેન્સને સરપ્રાઇઝ આપી છે. જો કે ફિલ્મનું નામ શું હશે એની જાણકારી સામે આવી નથી. પરંતુ ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવી ગયુ છે જેમાં રાજકુમાર રાવ દમદાર અંદાજ જોવા મળશે.
રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એમની અપકમિંગ ફિલ્મનાં પહેલાં પોસ્ટરની ઝલક બતાવી છે. રાજકુમાર રાવે વ્હાઇટ કુર્તા પાયજામા પહેર્યો છે. આ સાથે એક્ટર જીપ પર ઉભો છે અને હાથમાં બંદુક પકડતો જોવા મળી રહ્યો છે. રાજકુમાર રાવનો સ્વેગ જોઇને તમે પણ છક થઇ જશો. આ સાથે પોસ્ટર પર લખ્યું છે કે, ‘પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈં.’
ફિલ્મનું પોસ્ટર શેર કરતાંની સાથે રાજકુમાર રાવે કેપ્શનમાં લખ્યું કે, બનેંગે ક્યાં બતાએંગે કલ. ફિલ્મનું એનાઉસમેન્ટ કાલે થશે.
હોરર-કોમેડી ફિલ્મ સ્ત્રી 2 માં રાજકુમાર રાવનાં દમદાર પરર્ફોમન્સનાં લોકો ભરપુર વખાણ કરી રહ્યાં છે. આ દિવસોમાં ફિલ્મએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.એક રિપોર્ટ અનુસાર રાજકુમાર રાવની સ્ત્રી 2 મુવીએ 16 દિવસમાં દેશભરમાં 434.56 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે દુનિયાભરમાં ફિલ્મ 617.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech