ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 નું 83.08 ટકા પરિણામ જાહેર કર્યું છે. બોર્ડના આ પરિણામ કરતાં રાજકોટનું પરિણામ ચાર ટકા જેટલું વધુ એટલે કે 87.19% આવ્યું છે.
ગયા વર્ષે રાજકોટમાં ચાર શાળાનું પરિણામ 0% આવ્યું હતું આ વખતે તે સંખ્યા યથાવત રહી છે. સો ટકા પરિણામવાળી શાળાની સંખ્યા રાજકોટમાં 122 છે. જે ગયા વર્ષ કરતાં છ વધુ છે. 30 ટકા કે તેથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની રાજકોટની વાત કરીએ તો ગયા વખતે આવી 14 શાળા હતી જે આ વખતે ઘટીને 11 થઈ છે.
34190 વિદ્યાર્થીઓ પાસ થયા
રાજકોટમાં અલગ અલગ કેન્દ્રમાં કુલ 39768 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 39212 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 34190 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમાંથી એ વન ગ્રેડમાં 3,308 વિદ્યાર્થીઓ છે.
લક્ષ્મીનગર કેન્દ્રનું 88.45% રેસકોર્સ કેન્દ્રનું 92.75% પરિણામ
રાજકોટ શહેર અને જિલ્લાના અલગ અલગ કેન્દ્રના પરિણામની વાત કરીએ તો રાજકોટમાં લક્ષ્મીનગર કેન્દ્રનું 88.45% રેસકોર્સ કેન્દ્રનું 92.75% કરણપરાનું 75.57 ટકા ભક્તિનગર નું 91.68% માલવયા નગરનું 95.99 ટકા કોઠારીયા નું 90.25% કોટેચા નગરનું 87.64% વૈશાલી નગરનું 95.16% પોપટ પરા નું 86.37% બજરંગ વાડીનું 85.27% અને નવા થોરાળા નું 82.05 ટકા પરિણામ આવ્યું છે.
પાંચ શાળાનું પ્રમાણ 10% થી ઓછું પરિણામ
ટકાવારીની દ્રષ્ટિએ રાજકોટની શાળાઓની સમીક્ષા કરીએ તો પાંચ શાળાનું પ્રમાણ 10% થી ઓછું છે. ચાર સ્કુલ એવી છે કે જેનું પરિણામ 11 થી 20 ટકા વચ્ચે છે. છ શાળાઓમાં પરિણામની ટકાવારી 21 થી 30 ટકા વચ્ચે છે અને 14 શાળાઓમાં પરિણામ 31 થી 40% વચ્ચે રહ્યું છે.
27 શાળાઓનું પરિણામ 41 થી 50 ટકા વચ્ચે
27 શાળાઓનું પરિણામ 41 થી 50 ટકા વચ્ચે રહ્યું છે. 51 થી 60 ટકા પરિણામ હોય તેવી શાળાઓની સંખ્યા 31 છે. 57 શાળાઓ એવી છે કે તેનું પરિણામ 61 થી 70 ટકા વચ્ચે છે. 76 શાળાઓનું પરિણામ 71 થી 80 ટકા વચ્ચે અને 131 શાળાઓનું પરિણામ 81 થી 90 ટકા વચ્ચે છે. 212 શાળા એવી છે કે તેનું પરિણામ 91 થી 99% છે અને 122 શાળાઓનું સો ટકા પરિણામ આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech