BREAKING NEWS

મોદી જી મહેરબાની કરી મને ભારત તેડાવો..વિઝા વાંકે રાજકોટની પરિણીતા 3 વર્ષથી પાકિસ્તાન ફસાઈ

  • January 23, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તા વચ્ચે ચાલતા વિવાદ ચાલે છે એ ખૂબ દુઃખની વાત છે પણ એમાં મારો વાંક શું હું મારા બાળકોથી 3 વર્ષથી અલગ પડી ગઈ છું. મારા વિઝા પુરા થઈ ગયા છે તો મને કરાચીથી ભારત પરત ફરવું છે પણ કોઈ મદદે આવતું નથી. મેં ભારતમાં લગ્ન કર્યા એ મારો ગુનો શું. મારા બે બાળકો અને પતિ ગુજરાત રાજકોટમાં છે. તેની હાલત અને મારી હાલત ખરાબ છે. મારા બાળકો વગર હું નથી રહી ન શકતી, મોદીજીને મારી વિનંતી છે કે મને ભારત બોલાવી લો...આ શબ્દો છે રાજકોટમાં લગ્ન કરી હાલ કરાચીમાં ફસાયેલી એક મહિલાના


રાજકોટ તંત્ર દ્વારા 22 દિવસના વિઝા આપવામાં આવ્યા હતા

પરઝવેઝ શેખ નામનો એક મુસ્લિમ યુવક તેના માતાપિતા સાથે જન્મથી જ રાજકોટમાં રહે છે. સાવ સામાન્ય પરિવારમાં ઉછરેલા પરવેઝ શેખ ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો છે. આજથી થોડા વર્ષ પહેલા એટલે કે 2015ના રોજ તેના લગ્ન (નિકાહ) તેના માસીની પુત્રી રેહાના સાથે થયા હતા જે મૂળ પાકિસ્તાના કરાચીના રહેવાસી હતા. ત્યારે એવું તે શું થયું કે રેહાના ને તેના પતિથી અલગ થઈ પાકિસ્તાન જ રહેવું પડ્યું છે. તો વાત કંઈક આવી છે કે ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખના લગ્ન પાકિસ્તાનમાં રહેતા તેના માસીની પુત્રી રેહાના બસિર અહેમદ સાથે 2015માં થયા હતા જે બાદ રેહાના ભારત સરકારના નિયમોનું પાલન કરી વિઝા સહિતની પ્રોસીઝર કરી તેના પતિ સાથે ભારત દેશમાં રહેવા લાગી હતી, ત્યારે 2022માં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછું પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. આથી રેહાના અહમદ 2022ના ડિસેમ્બર મહિમાના અંતમાં તેના પતિ અને બે નાના બાળકો સાથે પાકિસ્તાન જવા રવાના થયા હતા અને  રાજકોટ તંત્ર દ્વારા 22 દિવસના વિઝા આપવામાં આવ્યા હતા જે બાદ વિઝાની પ્રોસેસમાં રેહાના અને તેના પતિને ખાસો સમય થઈ જતા રેહાના અહમદના પતિ પરવેઝ શેખ તેના બંને બાળકો સાથે ભારત પાછા આવી ગયા હતા. પણ કમનસી બે બે નાના ભૂલકાંઓની માતાના વિઝા રિન્યુ ન થવાને કારણે રેહાના નામની મહિલા પાકિસ્તાનમાં જ ફસાઈને રહી ગઈ હતી.


પાકિસ્તાની યુવતીએ વીડિયોનાં માધ્યમથી સરકારને અપીલ કરી

જે બાદ ભારતીય મુસ્લિમ યુવક પરવેઝ શેખ દ્વારા રાજકોટ તંત્રને અપીલ કરવામાં આવી હતી પણ રાજકોટ અલગ અલગ ઓફિસમાંથી એવો જવાબ મળ્યો કે અમાંરાથી કઈ નહીં થાય તમે ઇન્ડિયન એમ્બેસી જાવ તેવું કહેવામાં આવ્યું. આથી પરવેઝ શેખ દ્વારા દિલ્હી સ્થિત ભારત એમ્બેસી ખાતે સમગ્ર મામલે અપીલ કરી હતી અને તેની પાકિસ્તાનના કરાચી સ્થિત ફસાયેલ પત્નીને પછી લાવવા માટે વિઝા રિન્યુના જરૂરી ડોક્યુમેન્ટ આપી આજીજીઓ કરી હતી પણ ભારત સરકાર દ્વારા શરૂ કરેલ ઓપરેશન સિંદૂરને લઈ સમયમાં બંને દેશની બોર્ડરો બંધ કરી દેવામાં આવી હતી તેવું કારણ જણાવતા દિલ્હી સ્થિત ભારતીય એમ્બેસી ખાતે પણ તેને નિરાશા જ હાથ લાગી હતી. ત્યારે હાલ પાકિસ્તાનમાં રહેલ ભારતીય મુસ્લિમ યુવકની પત્ની રેહાના દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકાર તેના પતિ અને બાળકો પાસે આવવા માટે અપીલ કરવામાં આવી છેય સાથે પાકિસ્તાની યુવતી પતિ પરવેઝ શેખ અને તેના બાળકો દ્વારા ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર પાસે અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application