રાજકોટનો મોસમનો કુલ વરસાદ ફક્ત 8 ઇંચ

  • July 13, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસાનો એક મહીનો પૂર્ણ થવા નજીક છે છતાં રાજકોટ શહેરમાં હજુ પયર્પ્તિ વરસાદ વરસ્યો ન હોય શહેર માટે ચિંતાજનક સ્થિતિ છે, તા.15 જુનથી ચોમાસાનો પ્રારંભ થયો અને આજે તા.13 જુલાઇ મતલબ કે એક મહિનામાં રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ફક્ત આઠ ઇંચ થયો છે. શહેરમાં અસહ્ય બફારા વચ્ચે રાજકોટવાસીઓમાં હાલ એક જ ચચર્િ જોવા મળી રહી છે કે શહેરમાં ધોધમાર વરસાદ કેમ વરસતો નથી ?
રાજકોટ શહેરમાં તો સંતોષકારક વરસાદ નથી પરંતુ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી, ન્યારી અને ભાદર ડેમના કેચમેન્ટ એરિયા હેઠળના ગામોમાં પણ વરસાદ ન હોય જળાશયોમાં પણ પૂરતો જળ જથ્થો ઉપલબ્ધ નથી. શહેરમાં ડંકી-બોર પણ હજુ સજીવન થયા ન હોય ખાનગી ટેન્કરોની હડિયાપટ્ટી યથાવત રહી છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હાલ સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 224 મીમી (9 ઇંચ) , વેસ્ટ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 205 મીમી (8 ઇંચ) અને ઇસ્ટ ઝોનમાં મોસમનો કુલ વરસાદ 186 મીમી (7.5 ઇંચ) નોંધાયો છે. એકંદરે ત્રણેય ઝોનનો મળી સરેરાશ કુલ વરસાદ પણ માંડ આઠ ઇંચ જેવો થાય છે.
હાલ ચોમાસાનો ધોરી મહિનો અષાઢ માસ ચાલી રહ્યો છે ત્યારે વરસાદની આગાહી છે પણ વરસાદ વરસતો નથી. જો હવે જોરદાર મેઘસવારી ન આવે તો પીવાના પાણીથી લઇને દરેક રીતે શહેર માટે ચિંતાજનક સ્થિતિ રહેશે તેમાં બેમત નથી.


ભાદરની સપાટી 13.40 ફૂટ

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા કુલ 34 ફૂટની ઉંડાઇના ભાદર-1ની સપાટી 13.40 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ 20.60 ફૂટનું છેટું છે. ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 12.25 ટકા જળ જથ્થો સંગ્રહિત છે.

આજીની સપાટી 19.80 ફૂટ
રાજકોટ શહેરના મુખ્ય જળ સ્ત્રોત અને કુલ 29 ફૂટની ઉંડાઇના આજી-1ની સપાટી 19.80 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ 9.20 ફૂટનું છેટું છે. ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 44.72 ટકા જળ જથ્થો સંગ્રહિત છે.

ન્યારીની સપાટી 14.00 ફૂટ
પશ્ચિમ રાજકોટના મુખ્ય જળસ્ત્રોત અને કુલ 25 ફૂટની ઉંડાઇના ન્યારી-1 ડેમની સપાટી 14 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ 11 ફૂટનું છેટું છે. ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના 33.47 ટકા જળ જથ્થો સંગ્રહિત છે.

લાલપરીની સપાટી 7.40 ફૂટ
શહેરના ઉપલાકાંઠે આવેલા કુલ 15 ફૂટની ઉંડાઇના લાલપરી તળાવની સપાટી 7.40 ફૂટે પહોંચી ગઇ છે અને ઓવરફ્લો થવામાં હજુ 7.60 ફૂટનું અંતર છે. તળાવમાં કુલ સંગ્રહ ક્ષમતાના 25.64 ટકા જળ જથ્થો સંગ્રહિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application