રાજકોટ મહાપાલિકાના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા માટે તેમની જન્મભૂમિ રાજકોટ શહેર હવે તેમની કર્મભૂમિ બન્યું છે. મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની તુષાર સુમેરાનું મોસાળ જસદણ પંથકમાં છે અને તેમનો જન્મ રાજકોટ શહેરમાં થયો છે. તુષાર સુમેરા રાજકોટના એવા સર્વપ્રથમ મ્યુનિસિપલ કમિશનર બનશે કે જેમની જન્મભૂમિ પણ રાજકોટ છે. તા.૧૩–૧૧–૧૯૮૨ના રોજ રાજકોટ શહેરમાં જન્મેલા ૪૨ વર્ષીય તુષાર સુમેરા રાજકોટના ૩૪મા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુકત થયા છે.
ભચ જિલ્લા કલેકટર પદેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પદે નિયુકત થયેલા તુષાર સુમેરાની જન્મભૂમિ ઉપરાંત શિક્ષણભૂમિ પણ રાજકોટ છે, તેમણે શાળાકીય અભ્યાસ રાજકોટની રમેશભાઇ છાંયા સ્કૂલમાંથી તેમજ પોસ્ટ ગ્રેયુએશનનો અભ્યાસ પણ રાજકોટમાં કર્યેા છે. વર્ષ–૨૦૦૪ સુધી તેઓ રાજકોટમાં રહ્યા હોય કહી શકાય કે તેઓ રાજકોટ શહેરની દરેક ખાસિયતો, ખામીઓ, ભુગોળથી સુપેરે વાકેફ છે. હવે ફકત તેમને સાંપ્રત પ્રવાહથી પરિચિત થવાનું રહેશે.રાજકોટની રમેશભાઇ છાંયા સ્કૂલમાં શાળાકીય અભ્યાસ બાદ સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આટર્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ અને ત્યારબાદ રાજકોટમાં એમએ (ઈંગ્લિશ લિટરેચર)અને જુનાગઢ કોલેજમાંથી બીએડ (ઈંગ્લિશ)નો અભ્યાસ પૂર્ણ કરી તેઓ ટિચર બન્યા હતા, ત્યારબાદ આઇએએસ ઓફિસરમાં સિલેકટ થયા હતા. તેમના પિતાજી દલપતભાઇ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં અને માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર છે.વર્ષ–૨૦૧૨ની બેચના યુવા આઇએએસ ઓફિસર તુષાર સુમેરા અગાઉ જૂનાગઢ મહાપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચુકયા હોય ત્યાંનો કાર્ય અનુભવ તેમને રાજકોટમાં કામ લાગશે. જો કે રાજકોટની રાજકીય આબોહવા તો સમગ્ર રાયમાં સૌથી અલગ છે
રાજકોટના નવા મ્યુનિ.કમિશનરનો મોબાઇલ નંબર કયો, નવો કે જૂનો ?
રાજકોટ મહાપાલિકામાં ૩૪મા મ્યુનિસિપલ કમિશનર પદે નિયુકત તુષાર સુમેરાનો નવો મોબાઇલ નંબર કયો રહેશે ? તે બાબત ટોક ઓફ ધ ટાઉન બની છે.
વર્ષેાથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનરનો જે સત્તાવાર મોબાઇલ નંબર હતો તે ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદથી બધં છે. અિકાંડ બાદ રાજકોટ નિયુકત કરાયેલા ડી.પી.દેસાઇ તેમનો ઉડાનો મોબાઇલ નંબર જ સાથે લાવ્યા હતા. યારે હવે ડી.પી.દેસાઇની બદલી ફરી ઔડામાં થતા તેમનો વર્તમાન મોબાઇલ નંબર તો યથાવત રહેશે પરંતુ રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનરનો નવો મોબાઇલ નંબર કયો રહેશે ? રાજકોટ મ્યુનિ.કમિશનરનો જુનો સત્તાવાર મોબાઇલ ફરી એકિટવ કરાશે કે પછી રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનરને નવો નંબર અપાશે ? તેના ઉપર સૌની મીટ છે.
ભચ જિલ્લા કલેકટર પદેથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પદે નિયુકત થયેલા તુષાર સુમેરા પાસે હાલ તો તેમનો ભચ જિલ્લા કલેકટર તરીકેનો સત્તાવાર મોબાઇલ નંબર છે પરંતુ રાજકોટ આવ્યા બાદ કયો નંબર રહેશે ? તે જોવાનું રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech