કાર્યકરની બેવડી દાવેદારી પછી ડખ્ખે ચડેલું રાજકોટ તાલુકા ભાજપ માળખું જાહેર ન થયું

  • April 05, 2025 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખોની નિયુક્તિ જાહેર થયા બાદ હવે તબક્કાવાર તાલુકા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકર જયેશ પટેલએ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદ તેમજ રાજકોટના કોઠારીયા વિસ્તારના વોર્ડ નં.૧૮ના પ્રમુખપદ તેમ એક સાથે બબ્બે પદ માટે પક્ષના નિયમ વિરૂધ્ધ દાવેદારી નોંધાવતા રાજકોટ તાલુકામાં પ્રમુખની નિમણુંક ડખ્ખે ચડી હતી. દરમિયાન તાજેતરમાં તા.૩૦-૩-૨૦૨૫ના રોજ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદે કેયુર ઢોલરીયાની નિમણૂંક કરાઇ હતી. હવે તાલુકા સંગઠન માળખાના અન્ય હોદ્દેદારોની નિમણુંકની કાર્યકરો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.

વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, વીંછીયા સહિતના તાલુકાઓનું સંગઠન માળખું જાહેર થઇ ચુક્યું છે. રાજકોટ જિલ્લામાં અન્ય તાલુકાઓની તુલનાએ રાજકોટ તાલુકામાં ખેંચતાણ વધુ હોય જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચા છે. રાજકોટ તાલુકા ભાજપમાં છ ઉપપ્રમુખ, બે મહામંત્રી, છ મંત્રી અને એક કોષાધ્યક્ષ સહિત કુલ ૧૫ હોદ્દેદારોની નિયુક્તિ કરવાની છે. રાજકોટ તાલુકા ભાજપનું સંગઠન માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો કોનો સમાવેશ કરાય છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. તા.૩૦ માર્ચને રવિવારે પ્રમુખની નિયુક્તિ થયાને આવતીકાલે તા.૬ને રવિવારેએક સપ્તાહ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે જો બધું સમુ સુતરૂ પાર પડે તો સંભવત: આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં માળખું જાહેર થઇ જશે તેવી ચર્ચા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application