ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ આમ તો તારીખ 15 ઓક્ટોબરના પૂરી થઈ ગઈ છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ખાનગી ખુણે હજુ સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરી ચાલી રહી છે. સભ્ય નોંધણી ઝુંબેશ પછી સંગઠન માળખાની ચૂંટણી ભાજપ માટે મહત્વની બાબત હોય છે અને આ માટે ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે 68 રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડને મુખ્ય ચૂંટણી અધિકારીની અતિ મહત્વની કહી શકાય તેવી જવાબદારી સોપવામાં આવી છે.
ગુજરાતમાં ભાજપ્ના સંગઠન માળખાની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં રાજકોટનો દબદબો રહ્યો છે. સભ્ય નોંધણી ઝુંબેશમાં રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ રાજકોટનું પરફોર્મન્સ સારું હોવાથી તેની જાણે કદર કરવામાં આવતી હોય તેમ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ઉદયભાઇ કાનગડની નિમણૂક કરવાની સાથો સાથ ગુજરાતના ભાજપ્ની સંગઠન માળખાની ચૂંટણીના સહ ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા ધવલભાઇ દવેને આ કામગીરી સોપવામાં આવી છે.
સંગઠન માળખાની ગુજરાતની ચૂંટણી માટે ભાજપમાં મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત બે સહ ચુંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. બીજા સહ ચૂંટણી અધિકારી તરીકે કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેશભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.
તારીખ 15 ઓક્ટોબરના રોજ સભ્ય નોંધણી ઝુંબેશ પૂરી થયા પછી તારીખ 15 થી તારીખ 25 સુધી સક્રિય સભ્યની નોંધણીની કામગીરી ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે ચાલી રહી છે. આ કામગીરી પૂરી થયા પછી અને મહારાષ્ટ્ર - ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી ટૂંક સમયમાં ભાજપમાં સંગઠન માળખાની ચૂંટણી યોજવામાં આવનારી છે. સંગઠન માળખાની રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી પૂરી થયા પછી પ્રદેશ પ્રમુખોની નિમણૂક રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી જિલ્લા મહાનગરોમાં અને છેલ્લે વોર્ડમાં પ્રમુખો તથા સંગઠન માળખાના અન્ય હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવતી હોય છે.
ભાજપ્ના સંગઠન માળખાની દ્રષ્ટિએ ગુજરાતમાં 33 જિલ્લા અને આઠ મહાનગર સહિત કુલ 41 જિલ્લા ગણવામાં આવે છે. જ્યાં 70 ટકા કે તેથી વધુ સભ્ય નોંધણી ઝુંબેશની કામગીરી પૂરી થઈ હોય ત્યાં ચૂંટણી યોજવામાં આવતી હોય છે અને જ્યાં સભ્ય નોંધણીની કામગીરી 70% કે તેનાથી ઓછી હોય તેવા કિસ્સામાં પ્રદેશ પ્રમુખ ની સૂચના મુજબ સંગઠન માળખામાં નિમણૂકો કરવામાં આવતી હોય છે.
સૌપ્રથમ તો રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન માળખાની ચૂંટણી યોજાશે અને રાષ્ટ્રીય પ્રમુખ ની ચૂંટણી માટે ભાજપે ગયા સપ્તાહે ચૂંટણી અધિકારીઓના નામની જાહેરાત કરી દીધી છે. જે. પી. નડાના આદેશ મુજબ ભાજપ્ના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ડોક્ટર કે. લક્ષ્મણ રાષ્ટ્રીય ચુંટણી અધિકારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સહ ચૂંટણી અધિકારીઓ તરીકે નરેશ બંસલ, ભાજપ્ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી રેખા વમર્િ અને સંબિત પાત્રાનો સમાવેશ સહ ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવ્યો છે.
ટોપ ટેન સાંસદો-ધારાસભ્યો
સભ્ય નોંધણી ગુંબેશમાં જેમણે શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા ધારાસભ્યો અને સંસદ સભ્યોના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પૂનમબેન માડમ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ રાજ્યસભાના સભ્ય નરહરી અમીન, રામભાઈ મોકરીયા કેસરીદેવસિંહ ઝાલા જશવંતસિંહ ભાભોર ધવલ પટેલ શોભના બારીયા અને જશવંતસિંહ પરમાર ના નામો છે. ધારાસભ્યોમાં ભાનુબેન બાબરીયા જયેશભાઈ રાદડિયા જેઠાભાઇ ભરવાડ વિરેન્દ્રસિંહ જાડેજા કુવરજીભાઈ હળપતિ પંકજભાઈ દેસાઈ હર્ષ સંઘવી અરુણ સિંહ સંગીતા પાટીલ સંદીપ દેસાઈ અને મનુભાઈ પટેલના નામો જાહેર કરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech