રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કુલ 4662 પ્રસુતિ સાથે રાજયમાં પ્રથમ ક્રમે

  • May 23, 2023 02:42 PM 


ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જીલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માં થયેલી પ્રસુતિ અંગેનો રીપોર્ટ અનુસાર સમગ્ર રાજ્યની જીલ્લા હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસુતિ કરાવનાર હોસ્પિટલ તરીકે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે. 


આ રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ ૪૬૬ર સફળ પ્રસુતિઓ થયેલી છે, જે મુજબ સરેરાશ માસિક ૩૮૯ પ્રસુતિ કરવામાં આવે છે. ઉપરાંત, માતૃત્વ અને બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન, નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. 


હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનાં માપદંડના શ્રેષ્ઠ સ્કોર અને સર્ટીફીકેટ મળેલું છે, તેમજ માતૃત્વ અને બાળ કલ્યાણ કામગીરી અંગે ખ્યાતિપ્રાપ્ત SKOCH એવોર્ડ પણ મળેલ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓને પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application