રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬–૨૭ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇમાં તા.૦૭–૦૪–૨૦૨૬ થી તા.૧૨–૦૫–૨૦૨૬ સુધીમાં કુલ – ૨,૦૨,૦૭૮ કરદાતા દ્રારા . ૧૨૪.૧૮ કરોડની ભરપાઈ કરવામાં આવી છે. જેમાં .૧૪.૮૭ કરોડ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. તેમજ ૧,૫૨,૨૮૫ કરદાતા દ્રારા ઓનલાઇન . ૮૯.૯૮ કરોડ તથા ૪૯,૭૯૩ કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી . ૩૩.૧૮ કરોડ ભરપાઈ કરવામા આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬–૨૭ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા. ૦૭–૦૪–૨૦૨૬ના રોજથી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તારીખ:–૧૨–૦૫–૨૦૨૬ સુધીનાના રોજ કુલ ૨,૦૨,૦૭૮ કરદાતા દ્રારા . ૧૨૪.૧૮ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૧,૫૨,૨૮૫ કરદાતા દ્રારા ઓનલાઇન . ૮૯.૯૮ કરોડ તથા ૪૯,૭૯૩ કરદાતા દ્રારા ચેક તથા રોકડા થી . ૩૩.૧૮ કરોડ આવક થયેલ છે.
ગત વર્ષ ૨૦૨૫–૨૬ દરમિયાન તા.૧૨૦૫૨૦૨૫ સુધી .૧૧૧.૩૪ કરોડ જેટલી વસુલાત થઈ હતી જેની સરખામણીમાં હાલ વર્ષ ૨૦૨૬–૨૭માં તા.૧૨૦૫૨૦૨૬ સુધી .૧૨૪.૧૮ કરોડ જેટલી વસુલાત થઈ, આથી કુલ .૧૨.૮૪ કરોડ જેટલો વધારો થયેલ છે. કુલ વેરામાં .૧૪.૮૭ કરોડ જેટલી રકમ નું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે. આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ ૩૧–૦૫–૨૦૨૬ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ ૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે ૫% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application