બાંગ્લાદેશી સગીરાને 40,000 માં ખરીદી દેહ વ્યાપારમાં ધકેલી દેનાર મૂળ કોલકત્તાની વતની હાલ અમદાવામાં રહેતી રૂપલલનાને રાજકોટ ખાસ શાખાના પીઆઈ અને એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ તથા પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે સંયુક્તપણે કામગીરી કરી અમદાવાદથી ઝડપી સગીરાને મુક્ત કરાવી હતી.આ મહિલા સામે માવન તસ્કરીનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા શહેરમાં માનવતા તસ્કરીના ગુનાઓ થતા હોય તો તેને શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવતું હોય દરમિયાન રાજકોટમાં સ્પેશિયલ શાખામાં ફરજ બજાવતા પી.આઇ જી.આર.ચૌહાણને એવી હકીકત મળી હતી કે, અમદાવાદમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ શાખામાં થયેલી અરજી કે જેમાં બાંગ્લાદેશની સગીરાનું અપરણ કરી તેને દેહ વ્યાપારમાં ધકેલી દીધી હોવાનું જણાવ્યું હતું. આ સગીરા હાલ અમદાવાદમાં હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ બાબતે એસીપી ક્રાઇમ બી.બી.બસીયાની રાહબરીમાં રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમ અમદાવાદ પહોંચી હતી અહીં અમદાવાદના નારોલ વિસ્તારમાં તપાસ કરતા બાંગ્લાદેશી સગીરાને ખરીદી દેહ વ્યાપારમાં ધકેલનાર રૂપલલના સુલોતસિંહ ઉર્ફે બુલી (રહે. અમદાવાદ) ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી અને બાદમાં તેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દોઢ વર્ષ પૂર્વે બાંગ્લાદેશની આ સગીરાનું અપહરણ કરી તેને કોલકત્તા લાવવામાં આવી હતી જ્યાંથી આરોપીએ તેને રૂપિયા 40,000 માં ખરીદી હતી.બીજી તરફ સગીરાના અપહરણ અંગે બાંગ્લાદેશમાં ફરિયાદ થઇ હતી.દરમિયાન ત્યાંની એનજીઓને માહિતી મળી હતી કે સગીરાને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી છે. અને હાલ તે ગુજરાતના અમદાવાદમાં છે.જેથી તેમણે આ માહિત ગુજરાતની એનજીઓ ફ્રીડમ ફર્મને આપી હતી.
દરમિયાન આ મામલો પોલીસ સુધી પહોંચતા આરોપી રૂપલલના સગીરાને લઇ અમદાવથી પરત કોલકત્તા ચાલી ગઇ હતી. અઠવાડિયા પૂર્વે તે ફરી અહીં સગીરાને લઇ આવી હોવાની રાજકોટના સ્પેશિયલ શાખાના પીઆઇ જી.આર.ચૌહાણને માહિતી મળતા મહિલા આરોપીને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. હાલ આરોપીની ધરપકડ કરી તેની સામે માનવ તસ્કરીનો ગુનો નોંધી તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. જ્યારે સગીરાને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી દેવામાં આવી છે અને ત્યારબાદ તેને બાંગ્લાદેશ પરત મોકલી દેવામાં આવશે. સગીરાને લોહીના વેપારના ચુંગાલમાંથી મુકત કરવવાની આ કામગીરીમાં રાજકોટ પોલીસના એન્ટી હ્યુહન શાખાના હેડ કોન્સ. મહંમદ આરિફ શૌકતઅલી, કોન્સ. ભૂમિકાબેન ઠાકર અને પેરોલ ફર્લો સ્કોવડના શાંતુબેન મૂળિયા સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMરાઈડમાં બેસવા બાબતે વિપ્ર યુવાન સહિતનાઓ ઉપર પાંચ શખ્સો દ્વારા હુમલો
May 14, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech