BREAKING NEWS

દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઇ રાજકોટ પોલીસ એલર્ટ, આ સ્થળો પર સઘન ચેકીંગ, રાજ્યને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર પણ પોલીસને સતર્ક રહેવા સૂચના

  • November 10, 2025 09:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈ રાજકોટ પોલીસ એલર્ટ, 


દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટિમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 



બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ સહિતના સ્થળોએ પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા સહિતના ફિલ્ડમાં રહીને ચેકિંગ હાથ ધર્યું છે.બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને ઉભા રહેતા દરેક વાહનો અને સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 



દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ અમદાવાદ પોલીસ એલર્ટ બની ગઈ છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ હાથ ધર્યું છે.



હવે રાજ્યને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર પણ પોલીસને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 



બનાસકાંઠા જિલ્લામાં સરહદો પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.


અમદાવાદ સહિત સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે.


દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 


દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે. 


ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાશ્રીઓને સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application