આજે રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા–ઈંગ્લેંડ વચ્ચે સિરીઝની ત્રીજી ટી–૨૦ મેચ સાંજે સાત વાગ્યાથી શ થશે મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ડે–નાઈટ મેચ હોવાથી ખુબ મોટું ક્રાઉડ થવાની શકયતા સેવાઈ રહી છે. ભારત માટે મેચની જીત શ્રેણીમાં વિજય અપાવશે જયારે ઈંગ્લેન્ડ માટે સિરીઝમાં કમ બેક માટેનો ચાન્સ છે, બંને ટીમએ ગઈકાલે નેટ પ્રેકિટસ કર્યા બાદ આજે મેચ જીતવા મેદાનએ ઉતરશે.
રાજકોટમાં રમાનારી ત્રીજી ટી૨૦ મેચમાં ભારત માટે ઓપનિંગની જવાબદારી સંજુ સેમસન અને અભિષેક શર્મા સંભાળી શકે છે. ત્રીજા સ્થાને તિલક વર્મા અને ચોથા સ્થાને કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગ માટે આવશે. પાંચમા નંબરે હાર્દિક પંડા, છઠ્ઠા નંબરે શિવમ દુબે, અને સાતમા સ્થાને વોશિંગ્ટન સુંદર બેટિંગ માટે આવી શકે છે. આઠમા નંબરે વાઈસ કેપ્ટન અક્ષર પટેલ રહેશે. સ્પિન બોલર્સમાં વણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળી શકે છે, યારે ફાસ્ટ બોલિંગ માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહની પસંદગી થાય તેવી શકયતા છે. આ મજબૂત પ્લેઈંગ ૧૧ સાથે ટીમ ઈન્ડિયા જીત માટે મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ ત્રીજી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાશે. જો ભારતીય ટીમ આ ત્રીજી મેચ પણ જીતી જાય છે, તો તે બ્રિટિશરો સામે ઐતિહાસિક વિજય મેળવશે. સૂર્યા બ્રિગેડ પણ આ કરી શકે છે, કારણ કે ભારતીય ટીમનો રાજકોટના મેદાન પર શાનદાર રેકોર્ડ છે. ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૮ દ્રિપક્ષીય ટી૨૦ શ્રેણી રમાઈ છે. ઈંગ્લેન્ડે પહેલી ૪ શ્રેણીમાંથી ૩ જીતી હતી, યારે એક શ્રેણી ડ્રો રહી હતી. ઈંગ્લેન્ડે જીતેલી બધી શ્રેણી એક મેચની શ્રેણી હતી. પરંતુ ત્યારથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બધી શ્રેણીઓ ૩ કે તેથી વધુ મેચોની રહી છે. વધુમાં, આ બધી શ્રેણી ભારતે જીતી છે. પહેલી ચાર શ્રેણી હાર્યા બાદ, ભારતીય ટીમે સતત ચાર ટી૨૦ શ્રેણીમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. હવે બંને ટીમો વચ્ચે કુલ ૯મી શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં અત્યાર સુધી ફકત એક જ મેચ હારી છે.
જો ભારતીય ટીમ રાજકોટની ત્રીજી ટી૨૦ મેચ જીતી જાય તો તે શ્રેણી પર કબજો કરશે. આવી સ્થિતિમાં, આ ત્રીજી મેચ પણ ઈંગ્લેન્ડ માટે ખૂબ જ ખાસ છે. પણ તેણે થોડું ધ્યાન રાખવું પડશે.
ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે સાંજે રમાનારી ઇન્ડિયા–ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી–૨૦ને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહનો ફાયદો સૌરાષ્ટ્ર્ર ક્રિકેટ એસોસિએશન ઉઠાવી રહ્યું હોય તેમ ટિકિટના પ્રારંભિક ડબલ ભાવ અને મેચના અંતિમ દિવસે કાળા બજાર પણ થઇ રહ્યાની બુમરાળ ઉઠી છે. ક્રિકેટ રસિકોના ઉન્માદને જોઈ ડબલ નહીં ચાર ગણા ભાવ કાળા વસુલવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. એસસીએ અને ત્યાંથી ટિકિટો મેળવી કાળાબજારી કરતા કેટલાક લોકો રાજકોટની નાળ પારખતા હોવાથી તગડા ટિકિટના ભાવ લઇ બ્લેકમાં વેચાણ કરી રહ્યા છે.
પહેલી બેટિંગ કરનારને ફાયદો
ખંઢેરીની પિચ શઆતમાં બેટસમેનોને મદદ કરે છે, પરંતુ પછીથી પિચ તેનો રગં બદલવા લાગે છે. આ પીચ શરૂઆતમાં બેટસમેન માટે મદદરૂપ રહે છે. બોલ બેટ પર સારી રીતે આવે છે અને સારો ઉછાળો આવે છે જેના કારણે અહીં મોટા સ્કોર બને છે. પહેલા બેટિંગ કરતી ટીમોને ઘણીવાર ફાયદો થાય છે કારણ કે તેમની પાસે મોટા લયો નક્કી કરીને વિરોધી ટીમ પર દબાણ લાવવાની તક હોય છે. આ સ્થળે રન ચેઝ થોડી મુશ્કેલ બની શકે છે કારણ કે સમય જતાં પરિસ્થિતિઓ થોડી મુશ્કેલ બને છે. સપાટ પિચ આવી સ્થિતિમાં, બંને ટીમો માટે ટોસ જીતવું મહત્વપૂર્ણ રહેશે, ટોસ જીતનાર ટીમ પહેલા બેટિંગ કરવાનું પસદં કરશે.
ઈન્ડિયાની સંભવિત ઇલેવન
સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, વણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઇલેવન
બેન ડકેટ, ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech