અરજદારો માટે મારી ચેમ્બરના દ્રાર કાયમ ખુલ્લ ા છે અને તેમને સાંભળવા એ જ એક આઇએએસ અધિકારી તરીકે મારી ફરજ છે. આ શબ્દો છે રાજકોટના નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના. રાજકોટના ૩૪મા મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે બપોરે ૧૨–૩૯ કલાકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો હતો. કહી શકાય કે મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ કમિશનર તેમના માતા–પિતાને ચેમ્બરમાં સાથે લઇને આવ્યા હતાં અને માતા–પિતાના આશિર્વાદ મેળવ્યા બાદ તેઓ પોતાની ખુરશી ઉપર બેઠા હતાં. કમિશનરની ખુરશી પર બેઠા બાદ ટેબલ ઉપર મસ્તક નમાવીને ટેબલને પ્રણામ–વંદન કર્યા હતાં. ૧૨–૩૯ કલાકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડિયાના પત્રકારો સાથે ઔપચારિક પરિચય અને શુભેચ્છા મુલાકાત કરી હતી. જયારે બપોરે ૧–૦૦ કલાકે અધિકારીઓ સાથે મિટિંગ યોજીને કામ શરૂ કરી દીધુ હતું.
પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેમનો જન્મ અને શિક્ષણ રાજકોટમાં હોય અને લાંબા સમય બાદ રાજકોટ આવવાનું થયું હોય, રાજકોટ આવતાની સાથે જ તેમને નોસ્ટાલજિક ફિલિંગનો અનુભવ થયો હતો અને આ ફિલિંગ તેમને રાજકોટમાં રહેશે ત્યાં સુધી કાયમ મહેસુસ થશે તેમ જણાવ્યું હતું. અગાઉ તેઓ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા હોય, અર્બન ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરીનો વિશાળ અનુભવ હોવાનું પણ તેમણે ઉમેયુ હતું
પત્રકારોએ પ્રશ્ન પુછયા ગુજરાતીમાં અને ગુજરાતી હોવા છતાં કમિશનરે જવાબ આપ્યા અંગ્રેજીમાં !
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરપદે ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની મુલાકાત વેળાએ પત્રકારોએ તેમને ગુજરાતીમાં પ્રશ્નો પુછયા હતાં પરંતુ કમિશનરે તે પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપ્યા હતાં. સામાન્ય રીતે અન્ય રાજયમાંથી આવતા આઇએએસ અધિકારીઓ પણ જયારે ગુજરાતમાં ફરજ ઉપર નિયુકત થાય ત્યારે ગુજરાતીમાં વાતચીત કરતા હોય છે પરંતુ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા ગુજરાતી હોવા છતાં તેમણે અંગ્રેજીમાં વાતચીત કરતા ઉપસ્થિત સૌએ આશ્ચર્ય અનુભવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech