BREAKING NEWS

રાજકોટની સરકારી કચેરીઓ સૂમસામ ચૂંટણીનો થાક ઉતારતા કર્મચારીઓ

  • May 01, 2026 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરની વિવિધ સરકારી કચેરીઓ આજે સૂમસામ જોવા મળી હતી. બે દિવસ પહેલા જ રાજકોટ જિલ ની વિવિધ ચૂંટણીઓ પૂર્ણ વતા વહીવટી કચેરીઓનો સ્ટાફ થાક ઉતારતો જોવા મળ્યો છે. તેમજ ગઈકાલે રાજકોટ જિલ્લ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત બેઠક યોજાઈ હતી. જેમાં કલેકટરે વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા.રાજકોટ જીલ્લામાં તાલુકા જીલ્લા  પંચાયતની અને મહાનગર પાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ચૂંટણીઓની જાહેર થઈ હતી અને આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. ચૂંટણી જાહેરાત બાદ ખૂબ જ ટૂંક સમયમાં તમામ ચૂંટણીઓ એક જ દિવસે એટલે કે ૨૬ એપ્રિલના રોજ યોજાઈ હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે મુખ્ય જવાબદારી રાજકોટ કલેકટર તંત્રને સોંપવામાં આવી હતી. ૨૮ એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું અને ત્યાર બાદ બે દિવસ જરૂરી ડોકયુમેન્ટ પ્રક્રિયા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application