કેન્દ્રીય ચૂંટણી પંચના મતદાર યાદી ખાસ સંક્ષી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લ ાની ૮ વિધાનસભાની બેઠકો વાઈઝ મતદાર યાદી મુજબ કુલ નવા ૧૬,૪૨૫ મતદારો ઉમેરાયા છે. આઠેય બેઠકમાં જસદણ વિધાનસભાની સીટ પર સૌથી વધુ ૩૩૭૮ નવા મતદારો આવ્યા. જયારે સૌથી ઓછા રાજકોટ સાઉથ (વિધાનસભા–૭૦)ની બેઠક પર ૧૩૭૮ મતોનો ઉમેરો થયો છે.
કલેકટરના સુત્રોમાંથી પ્રા માહિતી મુજબ ગત વર્ષ તા.૨૯૧૦થી તા.૨૮૧૧ એક માસ સુધી મતદાર યાદી સંક્ષી સુધારણા કાર્યક્રમ ચાલ્યો હતો. નવા મતદારોના ઉમેરા તથા નામ કમી સહિતના કુલ ૩૨,૪૬૯ ફોર્મ પ્રા થયા હતા. જેમાં ૧૬૩૨૨ ફોર્મ નામ કમીના હતા. જયારે ૧૬,૪૨૫ નવા મતદારો ઉમેરવાના ફોર્મ મળ્યા હતા. ચૂંટણી શાખા દ્રારા નવા ફોર્મ વિધાનસભા વાઈઝ શોટર્ીંગ સહિતની કામગીરી બાદ ફાઈનલ આકં સાથે નવી મતદાર યાદી તૈયાર કરાઈ છે.
આંકડાકીય પ્રા વિગતોમાં રાજકોટ શહેર ઈસ્ટ ૬૮માં જુની યાદીમાંથી ૧૯૬૮ નામ કમી થયા છે. જયારે ૧૪૯૬ નામ નવા ઉમેરાયા છે. હવે વિધાનસભા ૬૮માં ૩૦૬૪૯૧ મતદારો થશે. વિધાનસભા ૬૯ પિમમાં ૨૭૭૩ નામ કમી થયા અને ૧૭૦૬ નવા મતદારો આવતા ૩૬૩૬૮૩ મતદારો થયા છે. રાજકોટ વિધાનસભા ૭૦ દક્ષિણમાં આઠેય બેઠકમાં સૌથી ઓછા ૧૩૩૭૮ મતદારો ઉમેરાતા નવી યાદી મુજબ ૨,૫૯,૧૩૯ મતદારોની બેઠક બની છે.
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ૭૦માં ૨૨૦૪ નવા મતદારો આવ્યા અને ૨૮૮૭ મતદારના નામ કમી થયા હવે ૩,૯૫,૧૬૩ મતદારો સાથે આઠેય બેઠકમાં રાજકોટ રૂરલની બેઠક મતદારોમાં સર્વપ્રથમ હતી અને રહી છે. જસદણ વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ ૩૩૭૮ નવા મતદારો આવતા અને સૌથી ઓછા ૧૨૨૯ મતદારોના નામ કમી થયા છે. જસદણ બેઠક પર હવે ૨,૬૬,૮૬૩ મતદારો થશે.
ગોંડલ બેઠકમાં ૧૮૯૯ નવા મતદારો આવતા આ બેઠકમાં કુલ મતદારોની સંખ્યા ૨,૩૩,૨૬૩ થઈ છે. જયારે જેતપુરની બેઠકમાં ૨૨૮૬ નવા મતદાર આવ્યા અને કુલ હવે ૨,૭૯,૯૦૮ મતદારો થયા. ધોરાજીની સીટમાં ૨૦૭૮ના ઉમેરા સાથે ૨,૭૦૦૯૪ મતદારો સાથેની નવી મતદાર યાદી તૈયાર થઈ છે.
રાજકોટ જિલ્લ ાની આઠેય બેઠકોના સરેરાશ આકં મુજબ ગત તા.૨૦૧૦ સુધી આઠેય બેઠકોમાં કુલ ૨૩,૫૮,૪૫૭ મતદારો હતા. સંક્ષી સુધારણા કાર્યક્રમમાં એકમાસ દરમિયાન કુલ ૩૨,૪૬૯ ફોર્મ મળ્યા હતા. જેમાં ૧૬,૩૨૨ ફોર્મ નામ કમી ચેંજના હતા અને ૧૬,૪૨૫ નવા મતદારોના ઉમેરાના ફોર્મ મળ્યા હતા. જે મુજબ એક માસથી વધુની કામગીરી બાદ અંતિમ આંકડા મુજબ હવે આઠેય બેઠકોમાં ૧૬,૪૨૫ નવા મતદારો સાથે કુલ મતદારો ૨૩,૭૪,૬૦૪ થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજકેટ-2025ની પરીક્ષા 23 માર્ચે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી
January 07, 2025 11:02 PMઅમદાવાદના ફ્લાવર શો: વિશ્વનો સૌથી મોટો બુકે, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
January 07, 2025 11:00 PMરંગબેરંગી પતંગોથી ગુંજશે આકાશ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 07, 2025 10:59 PMરાજકોટ અને ભાવનગરના DDOની બદલી, સુરેન્દ્રનગર અને નડિયાદને મળ્યા નવા મ્યુનિસિપલ કમિશનર
January 07, 2025 09:11 PMઓખા દ્વારકા હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનુ મોત અને 3 ઈજાગ્રસ્ત
January 07, 2025 06:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech