BREAKING NEWS

રાજકોટ જિલ્લાનું ધો.10નું 88.11 ટકા પરિણામ, 4262 છાત્રોને એ-વન ગ્રેડ, જાણો રિઝલ્ટની A ટુ Z માહિતી

  • May 06, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં ધોરણ-10ના પરિણામમાં ઉત્તરોત્તર નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોટ જિલ્લાનું આ વર્ષનું પરિણામ 88.11% નોંધાયું છે. જો છેલ્લા ત્રણ વર્ષની સરખામણી કરવામાં આવે તો, વર્ષ 2024માં 85.23 ટકા અને વર્ષ 2025માં 87.19 ટકા પરિણામ આવ્યું હતું, જેની સામે આ વર્ષે પરિણામમાં સતત વધારો જળવાઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પરિણામ વાંગધ્રા કેન્દ્રનું 98.31 ટકા અને સૌથી ઓછું મોટી પાનેલી 62.87 ટકા પરિણામ નોંધાયું છે.

રાજકોટ જિલ્લામાં ગ્રેડવાઇઝ વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ વર્ષે 4262 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે એ-ટુમાં 7296, બી-વનમાં 7534, બી-વનમાં 7181, સી-વનમાં 5786, સી-ટુમાં  2623 અને ડી ગ્રેડમાં 164 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ગત વર્ષ કરતા વધી છે. આ વર્ષે 130 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. જે ગત વર્ષે 122 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું હતું. જ્યારે ઝીરો ટકા પરિણામ મેળવનાર શાળાઓ આ વર્ષે ચાર છે.   

રાજકોટ જિલ્લાનું કેન્દ્ર વાઇઝ પરિણામ જોઈએ તો ભાયાવદર 66.14 ટકા, ધોરાજી 87.86, ગોંડલ 88.72, જેતપુર 83.48, જસદણ 84.58, લક્ષ્મીનગર (રાજકોટ) 89.78, રેસકોર્સ (રાજકોટ) 92.05, કરણપરા (રાજકોટ) 74.87, ઉપલેટા 82.33, રણછોડનગર(રાજકોટ) 90.02, જામકંડોરણા 77.93, દેરડી કુંભાજી 88.71, પડધરી 86.77, વીંછિયા 80.62, આટકોટ 91.47, ખામટા 96.20, વીરપુર 83.93, ભક્તિનગર(રાજકોટ) 92.88, માલવિયાનગર(રાજકોટ) 95.50 અને કોઠારિયા (રાજકોટ) કેન્દ્રનું 91.05 ટકા પરિણામ નોંધાયું છે. 

કોટેચાનગર (રાજકોટ) 91.22, વૈશાલીનગર (રાજકોટ) 96.11, પોપટપરા (રાજકોટ) 87.27, ચાંદલી 78.50, બજરંગવાડી (રાજકોટ) 84.88, નવા થોરાળા (રાજકોટ) 84.69, ત્રંબા 90.48, આંબરડી 91.62, ભાડલા 72.22, અમરાપુર 94.91, કોટડા સાંગાણી 87.04, કુવાડવા 79, મોટી પાનેલી 62.87, વાંગધ્રા 98.31, રૂપાવટી 97.84, અમરનગર 85.04, મોવિયા 79.07, સરધાર 85.42 અને મોઢુકા કેન્દ્રનું 94.35 ટકા પરિણામ નોંધાયું છે. 

સમગ્ર રાજ્યમાં 83.86 ટકા પરિણામની સરખામણીએ રાજકોટનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું છે. જિલ્લામાં શૈક્ષણિક ગુણવત્તા વધતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. જે વિદ્યાર્થીઓ સફળ નથી થઈ શક્યા તેમના માટે જૂન-2026માં બેસ્ટ ઓફ ટુ પદ્ધતિથી પૂરક પરીક્ષાની તક પણ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application