G-20 સમિટ અંતર્ગત સિનિયર સિટીઝન મહિલાઓ માટેની રાજ્યકક્ષાની એથ્લેટીક્સ-યોગાસન સ્પર્ધાઓમાં રાજકોટ જિલ્લાની બહેનોએ કર્યા મેડલ પ્રાપ્ત

  • April 11, 2023 10:01 PM 

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા G-20 સમિટ તથા 'વિશ્વ મહિલા દિવસ'ના ઉપલક્ષમાં સીનીયર સીટીઝન મહિલાઓ માટે રાજ્યકક્ષાની દોડ, કુદ અને ફેંકની એથ્લેટીક્સ સ્પર્ધા તથા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં રાજકોટ જિલ્લાની ૩ મહિલાઓએ વિજેતા બની મેડલ પ્રાપ્ત કર્યા હતા.


ગત તા. ૦૨ એપ્રિલના રોજ અમદાવાદ ખાતે યોજાયેલી એથ્લેટીક્સ સ્પર્ધા અંતર્ગત ૧૦૦ મીટર દોડ સ્પર્ધામાં જિલ્લા રમતગમત વિકાસ અધિકારી રમાબેન મદ્રાના કોચિંગ હેઠળ ૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી રાજકોટના સ્પર્ધક લતાબેન કોઠારીએ તૃતિય સ્થાને વિજેતા બની બોન્ઝ મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત ગત તા. ૦૩ એપ્રિલના રોજ ભાવનગર ખાતે યોજાયેલી યોગાસન સ્પર્ધામાં રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટર વંદનાબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ ૫ સ્પર્ધકોએ રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જે પૈકી રાજકોટ શહેરમાં રહેતા સ્પર્ધક જ્યોતિબેન પરમારએ પ્રથમ ક્રમાંકે વિજેતા બની ગોલ્ડ મેડલ તથા તૃતિય ક્રમાંકે સ્પર્ધક હંસાબેન ભેંસદડીયાએ વિજેતા બની બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આમ ત્રણેય સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજકોટ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application