BREAKING NEWS

રાજકોટ જિલ્લાની ઘર ગણતરીની કામગીરી પૂર્ણ: કુલ ૬,૨૪૭ ઘરોની નોંધણી

  • July 02, 2026 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઘર ગણતરીની મહત્વપૂર્ણ કામગીરી સત્તાવાર રીતે પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સર્વેક્ષણ દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોને આવરી લઈને ચોક્કસ આંકડાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જે ભવિષ્યના આયોજન માટે ઉપયોગી સાબિત થશે. તેમજ રાજકોટ જિલ્લામાં કુલ ૬,૨૪૭ ઘરોની નોંધણી થઈ છે. વહીવટી તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઝુંબેશ અંતર્ગત રાજકોટ શહેરી વિસ્તારમાં કુલ ૩,૨૦૬ ઘરોની નોંધણી કરવામાં આવી છે. શહેરમાં વસ્તીની ગીચતા અને નવા વિસ્તારોના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. બીજી તરફ, રાજકોટ ગ્રામ્ય અને જિલ્લાના અન્ય સરહદી વિસ્તારોમાં કુલ ૩,૦૪૧ ઘરો નોંધાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ ટીમોએ ઘરે-ઘરે જઈને આંકડાઓ એકત્ર કર્યા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે રાજકોટ જિલ્લામાં શહેરીકરણની ગતિ ઝડપી છે, પરંતુ તેની સામે ગ્રામીણ અને અન્ય વિસ્તારોમાં પણ રહેણાંક મકાનોની સંખ્યા નોંધપાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકા તથા ૦૬ નગરપાલિકામાં કુલ મળીને ૩૪૦૦થી વધુ ગણતરીદારો અને સુપરવાઇઝર્સ આ કામગીરીમાં કાર્યરત થયા હતા. જૂન મહિનાની શરૂઆતથી જ કર્મચારી અને અધિકારીઓ દ્વારા સત્વરે ઘર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ વહીવટી તંત્રના અંદાજ મુજબ આ કામગીરી જૂન મહિનાના અંત સુધીમાં જ પૂર્ણ કરી દેવાની ધારણા હતી. ત્યારે સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનબદ્ધ કાર્યથી ઘર ગણતરીની સમયસર કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News