દેશના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ(સી.એ.જી.) ગિરીશચન્દ્ર મુર્મુએ રાજકોટ સ્થિત એ.જી. ઓફિસ તથા એ.જી. સ્ટાફ કવાર્ટર્સની મુલાકાત લીધી હતી. સી.એ.જી મુર્મુએ આઈ.સી.એ.જી દ્રારા આગામી સમયમાં બનાવવામાં આવનારા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ સાઈટની તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિર પાસે આવેલા સ્ટાફ કવાર્ટર્સની મુલાકાત લઇ તેના રીનોવેશન અંગે અધિકારીઓને જરી સૂચનો આપ્યા હતા.
આ તકે સી.એ.જી.એ કહ્યું હતું કે, રાજયની રાજકોટ એકાઉન્ટન્ટ જનરલ ઓફિસ ખૂબ મહત્વની સંસ્થા છે. આ સંસ્થાની વડી કચેરી ગાંધીનગર સ્થળાંતરિત થશે. તથા રાજકોટમાં પ્રાદેશિક કક્ષાની કચેરી કાર્યરત રહેશે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સરકારના વિવિધ વિભાગોની પણ ઉચ્ચસ્તરીય તાલીમનું આયોજન થઈ શકે તે માટે રાજકોટમાં ખાસ આઈ.સી.એલ.જી. અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેનિંગ ઇન્સ્િટટૂટ બનાવવામાં આવી રહી છે. આ ઇન્સ્ટીટયુટ આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની બને તે માટે આવશ્યક બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી રહયુ છે. આગામી ફેબ્રુઆરી માસના અંતમાં જ એક ઇન્ટરનેશનલ બેઠકનું આયોજન પણ કરવામાં આવશે.જેમાં ૧૦ થી ૧૨ દેશોના ૨૦ થી વધુ પાર્ટિસિપન્ટ જોડાશે.
સી.એ.જી.એ વધુમાં કહયુ હતું કે, એપ્રિલ માસથી આ ઇન્ટરનેશનલ સેન્ટરના પ્રથમ કલાસનો પ્રારભં કરવામાં આવશે. વિવિધ દેશોમાં થઇ રહેલી સરકારી સંસ્થાઓની વિભિન્ન ઓડિટનો પદ્ધતિસરનો અને આધુનિક અભ્યાસ કરવા, તેના આદાન–પ્રદાન થકી કાર્ય પ્રણાલીમાં ગુણવત્તાયુકત ફેરફાર કરવામાં આ ઇન્સ્િટટયૂટ મહત્વનું યોગદાન આપશે.
મૂર્મૂએ કહયુ હતું કે, આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના આ તાલીમ કેન્દ્રમાં રાય સરકારનો પંચાયતી વિભાગ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓની સ્પેશ્યિલ કેપેસિટી બિલ્ડીંગ માટેની તાલીમોના આયોજન કરવામાં આવશે. સમગ્ર દેશમાં આઈ.સી.એલ. જી. દ્રારા નોઇડા ખાતે કાર્યરત આઇ.ટી ઓડિટ તથા રાજસ્થાન ખાતેની એન્વાયર્નમેન્ટલ ઓડિટ જેવી સંસ્થાઓ ખાતે આંતરરાષ્ટ્ર્રીય સ્તરની તાલીમોના આયોજન કરવામાં આવે છે, ત્યારે ગુજરાતમાં કોર્પેારેટ અને પંચાયતી રાજનું વિશિષ્ટ્ર સક્ષમ માળખું કાર્યરત છે ત્યારે તેને પણ વધુ સુદ્રઢ બનાવી તેની ક્ષમતાનો તાલીમ દ્રારા વધુ વિકાસ થાય તે માટે રાજકોટ ખાતે ઇન્ટર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર લોકલ ગવર્નન્સ ઇન્સ્િટટયૂટ બનાવવામાં આવશે.
સી.એ.જી મૂર્મૂએ હિસાબલક્ષી સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરી ઓડીટ એન્ડ જનરલ ઓફિસ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી. અત્રે ઉલ્લ ેખનીય છે કે, સમગ્ર ગુજરાતની વડી ઓડીટ એન્ડ જનરલ ઓફિસ રાજકોટ ખાતે સ્થિત છે. ત્યારે સી.એ.જીએ ગુજરાત ખાતેની આ કચેરી મુલાકાત સાથે એકાઉન્ટ બિલ્ડિંગના રિનોવેશન લગત આવશ્યક સૂચનાઓ પણ આપી હતી. સાઇટ મુલાકાત દરમિયાન સી.એ.જી. મુર્મુએ ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, ફેકલ્ટી કવાર્ટર્સ, ગ્રિન એરિયા, ડ્રીપ ઇરીગેશન, પાર્કિગ એરિયા, ડ્રેનેજ એરિયા, એકાઉન્ટ બિલ્ડિંગ રીનોવેટ કરવા, કોપર ઇલેકટિ્રક વાઇરિંગ કરવા સહિતના જરી સુચનો અધિકારીઓને કર્યા હતા.
આ તકે પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ(ઓડિટ) દિનેશ પાટીલ, અમદાવાદના પ્રધાન મહાલેખાકાર સૌરભ જેપુરીયાળ, વરિ ઉપમહા લેખાકાર વિનસ ચૌધરી, ઉપમહા લેખાકાર કલ્પના સામંત, સિનિયર ઓડિટ ઓફિસર અનિલ સાહત્પ સહિત રાજકોટ એ.જી.ઓફિસના અધિકારીઓ– કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech