રાજકોટમાં હીટવેવની આગાહી ન હોવા છતાં સમગ્ર રાજ્યમાં સૌી ઉંચા તાપમાનના મામલે પહેલા અવા બીજા નંબરે હોય છે. ગઇકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૨.૨ ડિગ્રી હતું, તેમાં આજે બપોર બે વાગ્યા સુધીમાં ૨ ડિગ્રી જેટલો વધારો યો છે અને તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો છે.
રાજકોટમાં બપોરે ૨-૩૦ વાગ્યે ૪૪ ડિગ્રી તાપમાન પહોંચી ગયા પછી સાંજ સુધીમાં તે ૪૫ ડિગ્રી લગોલગ પહોંચી જવાની ભીતિ છે. સમગ્ર રાજ્યમાં સૌી ઉંચુ તાપમાન રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહેતું હોય છે પરંતુ આમ છતાં આજે જુનાગઢ, પોરબંદર, કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે સવારે રાજકોટમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા હતું જે બપોરે ૧૭ ટકા ઇ ગયું છે. પવનની ઝડપમાં ગઇકાલની સરખામણીએ આજે જોરદાર વધારો યો છે. ગઇકાલે સવારે પવનની ઝડપ પ્રતિ કલાકના ૮ કિલોમીટરની અને બપોર ૧૬ કિલોમીટરની હતી. જયારે આજે સવારે ૮ કિલોમીટરની ઝડપ યાવત રહી હતી પરંતુ બપોરે તે વધીને ૨૪ કિલોમીટરની ઇ જતાં ગરમી અને બફારાની સાોસા ધૂળની ડમરી ઉડાડતા પવનો ફુંકાયા હતાં. ૨૪ કિલોમીટરની ઝડપે લુ ફુંકાવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો હેરાન પરેશાન ઇ ગયા હતાં. જોકે, ઉનાળાની બપોરમાં જાહેર માર્ગોી માંડી શેરી ગલી સુમસામ જોવા મળે છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે જૂનાગઢ, પોરબંદર, કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ અને સુરત માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી તા.૨૨ સુધી ગરમીમાં રાહતના કોઇ એંધાણ ની ઉલ્ટાનું આજે મહત્તમ તાપમાન રાજ્યના અનેક વિસ્તારોમાં ૪૪ી ૪૫ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે.
રાજ્યના અન્ય વિસ્તારોની સરખામણીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કે તેનાી ઓછો રહ્યો છે પરંતુ ત્યાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ી ૮૫ ટકા હોવાના કારણે ગરમીની સાોસા બફારો અને અકળામણ વધી ગઇ છે. ગરમીના માહોલ અને હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળવા, સુતરાઉ અને ખુલતા કપડાં પહેરવા, વધુમાં વધુ પાણી પીવા, બીમાર અને વૃધ્ધોએ ઘરની બહાર જ નહીં નીકળવા અનુરોધ કરવામાં આવ્યો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજયોમાં પણ આવી જ પરિસ્િિત છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડીપાર્ટમેન્ટે જારી કરેલા બુલેટનમાં જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારતમાં મહત્તમ તાપમાન બેી ચાર ડિગ્રી જેટલું વધશે. મહારાષ્ટ્ર અને પૂર્વના રાજયોમાં બે ી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી પણ કરવામાં આવી છે.
ગુજરાત ઉપરાંત રાજસન, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, બિહાર, પશ્ર્ચિમ બંગાળ, ઓડિસ્સા જેવા રાજ્યોમાં પણ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech