રાજકોટમાં રહેતા સાળા બનેવીનું કારમાં અપહરણ કરી ટંકારાના જબલપુર પાસે લઈ જઈ અહીં રામાવાડી પાસે બંને પર પાઇપ વડે હત્પમલો કરી હાથપગ ભાંગી નાખ્યા હતા. બાદમાં તેમના અન્ય પરિવારજનોને આ બાબતે જાણ કરી આ શખસો અહીંથી નાસી ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા આ સાળા બનેવીને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિપ્ર યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. વિપ્ર યુવાન પ્લમ્બિંગનું કામ કરતો હોય ટંકારાના જબલપુરમાં શખસના મકાનમાં પ્લમ્બિંગનું કામ કયુ હોય જેના હિસાબ બાબતેનું મનદુ:ખ રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ પર કૈલાશ પાર્ક શેરી નંબર ૪ રણુજા મંદિર પાછળ રહેતા મૂળ મવડી વિસ્તારમાં આકાશદીપ સોસાયટી શેરી નંબર–૩ ના રહેવાસી ગૌતમ મનુભાઈ વ્યાસ (ઉ.વ ૨૯) તથા તેના બનેવી વિપુલ ખીમજીભાઈ પાંભર(ઉ.વ ૩૫ રહે. બાલાજી હોલ પાસે, રાંદલ પાર્ક)ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે ગૌતમ વ્યાસે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાબુ વીરાભાઇ ઝાપડા, મેહત્પલ ઉર્ફે લાલો,હક્કા ઝપડા અને સાહિલ શાહમદારના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્લમ્બિંગ કામ કરે છે યારે તેમના બનેવી વિપુલભાઈ કારખાનામાં નોકરી કરે છે. યુવાને દોઢેક વર્ષ પૂર્વે ટંકારાના જબલપુરમાં રહેતા બાબુ વીરાભાઇ ઝાપડાના બંગલાનું પ્લમ્બિંગ કામ રાખ્યું હતું અને બાદમાં તેણે પોતાના મિત્ર પ્રશાંતને આ બંગલામાં ફર્નિચર કામ અપાવ્યું હતું. ગઈકાલે યુવાન સવારના ૧૧:૦૦ વાગ્યા આસપાસ રાજકોટ અમદાવાદ હાઈવે પર કોઠારીયા ચોકડી નજીક આજીડેમ ચોકડી પાસે પોતાની હોન્ડા સિટી કાર સર્વિસ કરાવતો હતો તેવામાં બાબો તથા હકો તેની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, બાબુભાઈ ઝાપડા તને બોલાવે છે જેથી યુવાન રોડ પર જતા અહીં બાબુ ઝાપડા સ્વીફટ કાર લઈને આવ્યો હોય અને તેણે કહ્યું હતું કે, પ્રશાંતનો હિસાબ કરવો છે ગાડીમાં બેસી જા યુવાને બેસવાની ના કહેતા હકા તથા લાલાએ ધક્કો મારી બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડી અપરણ કયુ હતું. બાદમાં યુવાનની કાર લાલો તથા હક્કો ચલાવીને આવતા હતા યુવાનને અહીંથી રેલનગર લઈ ગયા હતા.
ગાડીમાં યુવાનનો મિત્ર પ્રશાંત પણ હોય તેના ફોનમાંથી યુવાનના બનેવી વિપુલ ખીમજીભાઈ પાંંબર અને ભગીરથ શાંતિભાઈ વ્યાસને ફોન કરી રેલનગરમાં બોલાવી બંને આવી જતા વિપુલ ઝાપડાની સ્વીટ કારમાં બેસાડી દીધા હતા યારે ભગીરથ અને પ્રશાંતને યુવાની હોન્ડા સિટી કારમાં બેસાડી ટંકારા તાલુકાના જબલપુર ગામે રામવાડી પાસે લઈ ગયા હતા.અહીં ગાડી ઉભી રાખી વિપુલભાઈને નીચે ઉતારી બાબુ ઝાપડા, હકા ઝાપડા, મેહત્પલ ઉર્ફે લાલો તથા સાહિલ શાહમદર કારમાંથી પાઇપ કાઢી યુવાનને તથા તેના બનેવી વિપુલભાઈને પાઇપના હાથે અને પગે ઘા મારવા લાગ્યા હતા. જેમાં વિપુલભાઈને લોહી નીકળવા લાગતા આ ચારે શખસો ગાળો બોલી ત્યાથી જતા રહ્યા હતા અને ભગીરથ તથા પ્રશાંતને ગાડીમાંથી નીચે ઉતારી કહ્યું હતું કે, બંનેના પગ ભાંગી નાખ્યા છે તેમને દવાખાને લઈ જાવ બાદમાં યુવાનના બનેવી ભગીરથભાઈ તથા તેનો મિત્ર પ્રશાંતે ૧૦૮ ને ફોન કરી પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ બાદમાં અહીં રાજકોટ સરકારી હોસ્પિટલમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. યાં ફરિયાદી યુવાનને બંને પગમાં તથા હાથમાં ફ્રેકચર થઈ ગયું હતું તેમજ તેના બનેવીને પણ ડાબા પગમાં અને બંને હાથમાં ફ્રેકચર થઈ ગયાનું માલુમ પડું હતું.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પૂર્વે જબલપુરના બાબુભાઈ ઝાપડાના બંગલાનું પ્લમ્બિંગ કામ રાખ્યું હોય તેના હિસાબના પૈસાના મન દુ:ખ આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
અગાઉ બે વખત હત્પમલા કર્યા હતા, હાથપગ ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી
ગૌતમભાઈની પત્ની હેતલબેને આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, અગાઉ તેમના પતિએ બાબુભાઈના બંગલાનું પ્લમ્બિંગ કામ રાખ્યું હોય બાદમાં તેમની પાસેથી પૈસા ઉછીના માંગતા તેઓએ માથાકૂટ કરી હતી અને ત્યારે પૈસાની બાબતને લઈને ઘરે આવીને પણ ધમકીઓ આપી હતી અને મકાન પડાવી લેવા પ્રયાસ કર્યા હતા. આ પૂર્વે પણ તેમણે બે વખત હત્પમલો કર્યેા હતો જે તે સમયે તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં અહીં બાબુભાઈએ હવે કોઈ હિસાબ નીકળતો નથી તેમ કહી સમાધાન કરી લીધું હતું. પરંતુ બાદમાં ધમકી આપી હતી કે ગૌતમને હત્પં વ્હીલચેર પર મોકલીશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech