BREAKING NEWS

વિશ્વના ઝડપથી વિકસતા 10 શહેરોમાં રાજકોટ અને સુરત

  • January 30, 2026 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રના આર્થિક સમીક્ષા-રિપોર્ટ મુજબ ‘2019-2035’ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા ટોપ-10 શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે. જ્યારે સાતમા ક્રમે રાજકોટ આવે છે.આશ્ચર્યની વાત એ છે કે વિશ્વના તમામ ઝડપથી વિકસતા 10 શહેરો ભારતના જ છે.

તાજેતરના ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ અને ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના ડેટા ` મુજબ, વર્ષ 2019-35 દરમિયાન વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોની યાદીમાં ગુજરાતના આ શહેરોએ મેદાન માર્યું છે. ખાસ કરીને સુરત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે છે શહેરનું કદ બમણું થવાથી ઉત્પાદકતામાં 12% નો વધારો થાય છે જેનો સીધો લાભ ગુજરાતને મળી રહ્યો છે ભારતના પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત ઇકોનોમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ઉભરી રહ્યા છે.

રિપોર્ટમાં દર્શાવેલા કોષ્ટક મુજબ ‘2019– 2035′ ના સમયગાળા દરમિયાન વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિકાસ પામતા શહેરોમાં ભારતના ટોપ-10 શહેરોમાં પ્રથમ નંબરે સુરત છે. જેનું કારણ એ છે કે, વિશ્વમાં સુરત એક એવું શહેર છે કે, 2019-2035ના સમયગાળામાં તેનો ગ્રોથ (વિકાસ) વાર્ષિક 9.17 ટકા જેટલો હશે. વર્ષ 2018માં તેની વાર્ષિક આવક (GDP) 28.5 બિલિયન ડોલર-(રૂ. 2,61,977 કરોડ) હતી. જે હવે વર્ષ 2035માં વધીને 126.8બિલિયન ડોલર (રૂ. 11,65,480 તિરુચીરાપલ્લીનીકલ વાર્ષિક કરોડ) થશે. આમ તો, 2035માં બેંગાલુરુ અને તિરુચિરાપલ્લીની કુલ વાર્ષિક આવક સુરત કરતા ઓછી હશે પરંતુ તેનો વાર્ષિક વિકાસ દર સુરત કરતા ઓછો રહેશે. વિકાસની દ્રષ્ટિએ સુરત ભારત નહીં પરંતુ વિશ્વના પ્રથમ ક્રમના શહેરમાં આવશે.

એવી જ રીતે વિશ્વમાં સૌથી વધુ ઝડપે 7મા નંબરે છે, કેમકે તેનો વાર્ષિક વિકાસ વિકાસ કરનારા ટોપ-10 શહેરોમાં રાજકોટ દર 2019–2035 દરમિયાન 8.33 ટકા હશે. 2018માં રાજકોટનું જીડીપી (કુલ વાર્ષિક આવક) 6.8 બિલિયન ડોલર (રૂ. 62,503 કરોડ) હતું. જ્યારે તે વર્ષ 2035માં 26.7 બિલિયન ડોલર (રૂ.2,45,434 કરોડ) હશે. અહીં નોંધનીય છે કે, વિશ્વમાં સૌથી વધુ ઝડપી વિકાસ પામનારા ટોપ-10 શહેરોમાં ભારતના જ 10 શહેરોનો સમાવેશ કરાયો છે. તેમાં પ્રથમ સુરત, બીજા ક્રમે આગ્રા, ત્રીજા ક્રમે બેગાલુરુ, ચોથા ક્રમે હૈદરાબાદ, ત્યારબાદ નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચીરાપલ્લી, ચેન્નાઈ અને 10મા પરમ પર વિજયવાડા આવે છે.

ગુજરાતના આ શહેરો માત્ર રહેઠાણ માટેના સ્થળો નથી પરંતુ ‘ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર' તરીકે ઉભરી આવ્યા છે. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરો આવનારા દાયકામાં વૈશ્વિક રોકાણકારો માટે હોટસ્પોટ બની રહેશે. લોકસભામાં રજૂ કરેલા આર્થિક સમીક્ષા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને લોકસભામાં રજૂ કર્યું છે.


સુરત: વિશ્વમાં પ્રથમ ક્રમે

સુરત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર બનવા જઈ રહ્યું છે

વિકાસ દર: વાર્ષિક 9.17% ના દરે વૃદ્ધિ પામશે.

જીડીપી પ્રોજેક્શન: વર્ષ 2018માં સુરતની જીડીપી અંદાજે ₹2.62 લાખ કરોડ ($28.5 બિલિયન) હતી, જે 2035 સુધીમાં વધીને ₹11.65 લાખ કરોડ ($126.8 બિલિયન) થવાનો અંદાજ છે.

મુખ્ય ક્ષેત્રો: હીરા ઉદ્યોગ, ટેક્સટાઈલ અને આઈટી ક્ષેત્રમાં સુરતની મજબૂત પકડ તેને આ સ્થાન અપાવશે.


રાજકોટ: વિશ્વમાં 7મું સ્થાન.

રાજકોટ પણ વિશ્વના ટોચના શહેરોમાં સ્થાન પામ્યું છે.

વિકાસ દર: વાર્ષિક 8.33% ના દરે વૃદ્ધિ.

જીડીપી પ્રોજેક્શન: 2018માં રાજકોટની જીડીપી ₹62,503 કરોડ ($6.8 બિલિયન) હતી, જે 2035માં વધીને ₹2.45 લાખ કરોડ ($28.7 બિલિયન) થશે.


ભારતના ટોચના 10 ઝડપી વિકસતા શહેરો

1.સુરત.

2.આગ્રા

3બેંગલુરુ

4.હૈદરાબાદ

5.નાગપુર

6.તિરુપુર

7.રાજકોટ

8.તિરુચિરાપલ્લી

9.ચેન્નાઈ

10.વિજયવાડા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application