રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના વધતા જતા કિસ્સા ટોક ઓફ ધ ટાઉન બન્યા છે ત્યારે દરેક રાજકોટવાસી ચોંકી ઉઠે તેવું સત્ય સામે આવ્યું છે કે હાર્ટ એટેકના કારણો પેથોલોજી લેબોરેટરીમાંથી નહીં પરંતુ ફડ લેબોરેટરીમાંથી સામે આવ્યા છે. શહેરમાંથી લેવાયેલા ઘી, દૂધ અને પનીરના સેમ્પલનું ફડ લેબોરેટરીમાં પરીક્ષણ કરતા તેમાંથી આરોગતાની સાથે જ બેડ કોલેસ્ટ્રોલ જમ્પ મારે તેવી ભયાનક ભેળસેળ ઝડપાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ફડ વિભાગના સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતા એ જણાવ્યું હતું કે ફડ બ્રાન્ચ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલ વિવિધ ખાધ્યપદાર્થના ૧૧ સેમ્પલ ફેઇલ (સબસ્ટાન્ડર્ડ તથા મિસબ્રાન્ડેડ) જાહેર થતાં તાજેતરમાં એયુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં તમામને કુલ .૭.૪૦ લાખના દંડનો હત્પકમ કર્યેા છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, ઉનાળામાં અને ચોમાસામાં મતલબ કે હાલથી ચારથી આઠ મહિના પૂર્વે લેવાયેલા ફત્પડ સેમ્પલના રિપોર્ટ હવે આવ્યા છે. ફત્પડ લેબોરેટરીમાંથી સેમ્પલના રિપોર્ટ આવવામાં ભારે વિલબં થતો હોય તેના કારણે પણ ભેળસેળીયાઓની દુકાન ચાલતી રહે છે. ખાધ પદાર્થેામાં થતી ભેળસેળ મામલે હવે વધુ ગંભીર થવાનો સમય આવી ગયો છે. જો ફત્પડ સેમ્પલના રિપોર્ટ ફટાફટ આવે અને ભેળસેળીયાઓને તોતીંગ રકમના દડં કરાય તેમજ જરૂર પડયે તેમની દુકાનો સીલ કરાય તો જ ખાણીપીણીના પદાથર્ોમાં થતી ભેળસેળ બધં થશે તે વાસ્તવિકતા છે.ફરાળી લોટમાં ભેળસેળ માત્ર રૂા.પાંચ હજારનો દંડ
મત્રં મહેલ, મનહર પ્લોટ–૧૦, મંગળા રોડ, રાજકોટ મુકામેથી ફરાળી લોટ લુઝના નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર પેઢી માલિક મોહિત ખીમજીભાઇ પરમારને .પાંચ હજારનો દડં કર્યેા છે
આર.એસ.ગૃહ ઉધોગને રૂપિયા પાંચ લાખનો દંડ
આર.એસ.ગૃહ ઉધોગ, ચુનારાવાડ શેરી નં.૧, ટી.સી.વાળી શેરી, આજી નદીના કાંઠે, દૂધસાગર રોડ, રાજકોટ મુકામેથી ચણા(લુઝ)નો નમુનો લેવાયેલ જેના પૃથ્થકરણ રિપોર્ટમાં ધારા ધોરણ કરતાં વધુ મોઇશ્ચર, ફોરેન મેટર તથા સડેલા દાણા હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર પેઢી માલિક રબ્બીભાઇ બસંતભાઇ ગુાને .પાંચ લાખનો દડં કર્યેા છે.
શ્રીરામ ગૃહ ઉધોગને ૧,૨૫,૦૦૦નો દંડ
શ્રી રામ ગૃહ ઉધોગ, અશોક ગાર્ડનની બાજુમાં ઉમાકાંત પંડિત ઉધોગનગર, લમીનગર મેઇન રોડથી કેશર શિખંડ(લુઝ)ના નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી તેમજ સીન્થેટિક ફડ કલર ટાટર્્રાઝીન અને સનસેટ યેલો એફસીએફની હાજરી મળતા પેઢી માલિક સંજય ડાયાભાઇ ટાંકને .૧.૨૫ લાખનો દડં કર્યેા છે.
સ્વસ્તિક કપાસિયા તેલને ૧.૦૫ લાખનો દંડ
નીતાસ, ચુનારાવાડ શેરી નં.૪, ડાભી હોટેલ વાળી શેરીથી લેવાયેલ સ્વસ્તિક રિફાઇન્ડ કપાસિયા તેલના નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં કપાસિયા તેલની ગેરહાજરી તથા લાયસન્સ નંબર, લોગો તથા એકસપાયરી ડેઇટ માકિગ ન હોય નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર પેઢી માલિક સુનિલ હરેશભાઇ રાવતાનીને તથા રિ–પેકર પેઢીના માલિક વિમલ નટવરલાલ તન્નાને .૧.૦૫ લાખનો દડં કર્યેા હતો.
જય અંબે એન્ટરપ્રાઇઝને ફકત ૨૫,૦૦૦નો દંડ
જય અંબે એન્ટરપ્રાઇઝ, પ્લોટ નં.૧૧–૧૪, શેડ નં.–૨, ન્યુ સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, શેરી નં.૨, કોઠારીયા, રાજકોટ મુકામેથી શ્રી પારસ દિવાબત્તી નોન એડીબલ ઓઇલનો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં લેબલિંગ નિયમો મુજબ ન હોવાથી નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થતા પેઢીના માલિક આસનદાસ જામનદાસ લાલવાણીને .૨૫ હજારનો દડં કર્યેા છે.
શ્રી ગાયત્રી ડેરી ફાર્મને પણ ૨૫ હજારનો મામુલી દંડ
રાજકોટના એરપોર્ટ રોડ ઉપર રામેશ્વર ચોક, ગીત ગુર્જરી સોસાયટી મેઇન રોડ ઉપરની શ્રી ગાયત્રી ડેરી ફાર્મમાંથી લેવાયેલ ડ્રાયફ્રટ કેશર શિખંડના નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફડ કલરની હાજરી મળતા સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે બદલ પેઢી માલિક મનિષ જેસિંગભાઈ સાકરિયાને .૨૫ હજારના દડં કર્યેા છે.
યોગેશ્ર્વર ડેરી ફાર્મને ફકત ૨૫,૦૦૦નો દડં ફટકાર્યેા
શહેરની સાગર સોસાયટી, ૪૦ ફટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાંથી લેવાયેલ કેશર શિખંડનો નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફડ કલરની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા પેઢી માલિક દીપક ચકુભાઇ વોરાને ૨૫,૦૦૦ દંડનો કર્યેા છે.
ન્યુ વૃંદાવન ડેરી ફાર્મને ૨૫,૦૦૦નો દંડ
ભકિતનગર પોલીસ સ્ટેશનથી લીધેલ દિવેલ ઘીના પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વનસ્પતિ ફેટ) તથા હળદરની હાજરી મળતા નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા નમુનો આપનાર નિશાંત નાગજીભાઇ સતાશિયા (ન્યુ વૃન્દાવન ડેરી ફાર્મ, નાલંદા સ્કૂલ પાસે, શ્યામ એપાર્ટમેન્ટ, વિરાટ નગર મેઇન રોડ, રાજકોટ–પેઢી માલિક)ને .૨૫,૦૦૦નો દડં કર્યેા છે.
જનતા સ્વીટ શોપને ૧૦ હજારનો દંડ
જનતા સ્વીટ, સંસ્કૃતિ સ્કવેર, ગ્રાઉન્ડ લોર શોપ નં.જી–૪, અંબિકા ટાઉનશીપ, અંબેમાં મંદિર રોડ, રાજકોટ મુકામેથી પનીર લુઝના નમુનાના પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર પેઢી માલિક રાજ નરેન્દ્રભાઇ કંટેસરિયાને .૧૦ હજારના દંડનો હુકમ કર્યેા છે.
કિસાન ડેરી ફાર્મને ૧૦ હજારનો દંડ
કિસાન ડેરી ફાર્મ, નંદા હોલ સામે, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ મુકામેથી મિકસ દૂધ (લુઝ)નો નમુનો પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા નમુનો આપનાર પેઢી માલિક પરસોતમ ધરમશીભાઇ લિંબાસીયાને .૧૦ હજારના દંડનો હુકમ કર્યેા છે.
સીતારામ ડેરી ફાર્મને પાંચ હજારનો દંડ
સીતારામ ડેરી ફાર્મ, રાધિકા પાર્ક, સેન્ટમેરી સ્કૂલ પાસે, રેલ્વે ફાટક પાસે, મોરબી રોડ હાઇવે, બ્રીજ નીચે, રાજકોટ મુકામેથી શુધ્ધ ઘી લુઝનો નમુનો પૃથ્થકરણ રિપોર્ટમાં વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા પેઢી માલિક અશોક પરસોતમભાઇ શંખાવરાને .૫૦૦૦નો દડં કર્યેા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech