રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે અકસ્માત અને ખાસ કરીને ફેટલ (જીવલેણ) અકસ્માતો ઘટે તેના પર ચાલુ વર્ષે ટ્રાફિક પોલીસે વધુ ધ્યાન કેન્દ્રિત કયુ હતું. ટ્રાફિક નિયમનના પાલન પ્રત્યે પણ ફોકસ રખાયું હોય તેમ ગત વર્ષ કરતા ૨૦૨૪માં અલગ અલગ હેડ હેઠળ ટ્રાફિક નિયમન ભંગના એક લાખથી વધુ કેસ ટ્રાફિક પોલીસ દ્રારા કરવામાં આવ્યા હતાં. ગત વર્ષે ફેટલ, અકસ્માતના બનાવોમાં ૨૦૨૪માં ૧૨.૭૧ ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે ૧૫૧ વ્યકિતએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. જે ગત વર્ષની સાપેક્ષમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે.
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્રારા વર્ષ ૨૦૨૪ની કામગીરીના તૈયાર કરાયેલા વાર્ષિક સરવૈયામાં ટ્રાફિક પોલીસ સતત દોડતી રહી, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ અને એસીપી જે.બી. ગઢવીના માર્ગદર્શન રાહબરી હેઠળ ૪ સેકટરમાં પોલીસે વાહનોમાં બ્લેક અને બ્લુ ફિલ્મ, ચાલુ વાહને મોબાઇલ પર મશગુલ, ડ્રાઇવીંગ લાયસન્સ વગર નીકળેલા, ટ્રીપલ સવારીમાં ટુ વ્હીલર પર જતાં, હેલ્મેટ વિનાના, ફોરવ્હીલમાં સીટ બેલ્ટ ન હોય, નંબર પ્લેટ ન હોય તેમજ અન્ય પરચુરણ નિયમ ભગં પર વિશેષ ફોકસ રખાયું હતું. આઠ અલગ અલગ હેડ હેઠળના ટ્રાફિક ભગં ગત વર્ષે ૧,૯૫,૬૨૩ કેસ થયા હતાં. જયારે ૨૦૨૪માં ૨,૯૮,૫૨૫ એટલે કે, ચાલુ વર્ષે ૧,૦૨,૯૦૨ કેસો વધુ કરવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસની અકસ્માત ઘટાડવા અને ટ્રાફિક નિયમનનું વધુમાં વધુ પાલન થાય તે માટેની ડ્રાઇવ અને જાગૃતત્તાને લઇને વાહન અકસ્માતમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૧૨.૭૧ ટકાનો ઘટાડો થયો હોવાની આંકડાકીય જાહેર કરાયેલી માહિતી મુજબ ગત વર્ષે ફેટલના ૧૬૬ બનાવો બન્યા હતાં. જે આ વર્ષે ઘટીની ૧૫૧ થયા. ગંભીર અકસ્માતના ગત વર્ષે ૨૧૯ ચાલુ વર્ષે ૨૦૩, સામાન્ય અકસ્માતના ગયા વર્ષે ૭૯ જયાર ચાલુ વર્ષે ૫૧ બનાવ બન્યા છે. અકસ્માતના કુલ ૫૯ બનાવ ગત વખત કરતા ઓછા થયા છે.
આ ઉ૫રાંત ટ્રાફિક પોલીસ દ્રારા ખાસ કરીને યંગસ્ટર, સ્ટુડન્ટમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે ટ્રાફિક એયુકેશન માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી લઇ અલગ અલગ શૈક્ષણિક સંકુલોમાં ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતાં. તેમજ આવા કાર્યક્રમોમાં ટ્રાફિક પ્રશિક્ષણ નિયમોની સમજણ અને પેમ્પલેટ વિતરીત કરાયા હતાં. શાળા–કોલેજો નજીક સમયાંતરે ડ્રાઇવ રાખવામાં આવતી હતી. જેમાં નાની ઉંમરના લાયસન્સ વિના આવતા વિધાર્થી બાળકોને કેસના બદલે સમજણ આપવામાં આવતી અથવા તેમના વાલીઓને મીઠો ઠપકો આપવામાં આવતો હતો. આવા કારણોસર પણ અવેરનેસ વધી હતી. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે મહાપાલિકા, હાઇવે ઓથોરીટી, આરટીઓને સાથે લઇને કામગીરી કરાઇ હતી. રાજકોટ શહેરમાં મોટા સર્કલો નાના કરાવવામાં ટ્રાફિક પોલીસની મહત્વની ભૂમિકા રહી હતી
બ્લેક સ્પોટ નકકી કરી આવા સ્થળોએ ૩૨ હજારથી વધુ કેસ થતાં ફેટલ ઘટયા
ફેટલ અકસ્માત ઘટાડવા માટે ડીસીપી પૂજા યાદવ અને તેમની ટીમ દ્રારા સખત મહેનત કરાઇ હતી. જીવલેણ અકસ્માતો થયા હોય તેવા બ્લેક સ્પોટને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. આવા સ્થળો પર વર્ષ દરમિયાન ટ્રફિક નિયમભંગના ૩૨ હજારથી વધુ કેસ કરાયા હતાં અને ૧.૪૨ કરોડ રૂપિયાનો દડં વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફેટલની ઘટનાવાળા ૧૦૦ જેટલા સ્થળોએ અધિકારીઓએ રૂબરૂ વિઝિટ કરી હતી અને જીવલેણ અકસ્માત બનવાના કારણો સર્ચ કરી જરૂરી કાર્યવાહી કરાવાતા આ વખતે અકસ્માતના ૧૨.૭૧ ટકાનો ઘટાડો થયાનો દાવો કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજી.જી. હોસ્પિટલમાં હાર્ટએટેકના દર્દીઓ માત્ર એક જ પાર્ટ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરના જીમ્મે...
January 24, 2025 11:00 AMઅર્થતંત્રને મળશે જબરદસ્ત રફતાર, સ્થાનિક રોકાણ 32 લાખ કરોડને પાર
January 24, 2025 10:56 AMદ્વારકામાં રવિવારે વિનામૂલ્યે એક્યુપ્રેશર તેમજ નિદાન કેમ્પનું આયોજન
January 24, 2025 10:55 AMકાશ્મીરમાં ચિનારના વૃક્ષોનું જીઓ-ટેગિંગ શરૂ, દરેક વૃક્ષ પર આધાર જેવો યુનિક કોડ હશે
January 24, 2025 10:53 AMભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech