રાજકોટની વધુ એક સ્કૂલમાં વિદ્યાર્થિનીને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવતો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. 2 દિવસ પહેલા શહેરના મવડી પાળ રોડ પર આવેલી તપન સ્કૂલની ધોરણ 8ની વિદ્યાર્થિનીએ પ્રિન્સિપાલ એક-બે લાફા માર્યા હતા. જોકે બાદમા આ દીકરી સ્કૂલેથી કોઈને કહ્યા વિના નીકળી ગઈ હતી અને ઘરે પહોંચી ન હતી. જેથી વાલી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આખો દિવસ શોધ્યા બાદ આ દિકરી શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પરથી મળી આવી હતી. જોકે, આજે જ્યારે આ સ્કૂલના સંચાલકને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ ઘટનામાં બધા ઘરના જ છે અને સમાધાન થઈ ગયું છે.
માર માર્યાના સીસીટીવી સામે આવ્યા
દીકરી હોમવર્ક કરીને આવી નહોતી
આચાર્યએ ઠપકો આપ્યાનું લાગી આવતા આ દીકરી સ્કૂલેથી ભાગી ગઈ હતી અને પોતાના ઘરે પહોંચી ન હતી. સવારે દસ વાગ્યા પછી ગુમ થયેલી દીકરી સાંજે છ વાગ્યે શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપરથી પગપાળા જતી મળી આવી હતી. જે બાદ વ્યથિત થયેલા માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ ઘટના ખૂબ જ ગંભીર છે તેથી આ સ્કૂલના સંચાલક પ્રવીણભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, દીકરી હોમવર્ક કરીને આવી ન હતી. આથી તેને વાલીને સ્કૂલે બોલાવ્યા હતા અને પ્રિન્સિપાલ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો.
દીકરી શાળાના ગેટની બહાર ચાલી ગઈ
જોકે કોઈનું ધ્યાન ન હોય તે રીતે આ દીકરી સ્કૂલેથી પ્લેગ્રાઉન્ડમાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી શાળાના ગેટની બહાર ચાલી ગઈ હતી. જોકે, બાદમાં આ દીકરી મળી આવી હતી અને હાલ કોઈ પ્રશ્ન નથી. ગુમ થયેલી દીકરી, શાળાનાં પ્રિન્સિપાલ અને વાલી ત્રણેય અમારા મિત્રો જેવા જ છે એટલે હવે કોઈ સમસ્યા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકા: વિમાન-હેલિકોપ્ટર દુર્ઘટનામાં તમામ 67 લોકોના મોત, પ્લેનના ત્રણ ટુકડા થઈને નદીમાં પડ્યું
January 30, 2025 11:54 PMપ્રયાગરાજ: આજે 1.95 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં કર્યું સ્નાન
January 30, 2025 11:53 PMસંસદમાં ગૂંજશે મહાકુંભ ભાગદોડ મુદ્દોઃ વકફ સુધારા બિલ સહિત આ 16 બિલ રજૂ થઈ શકે છે બજેટ સત્રમાં
January 30, 2025 11:52 PMસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ભાજપના કેટલાક ઉમેદવારોને નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા સૂચના
January 30, 2025 11:50 PMરાજ્ય સરકારનું ઓપરેશન ગંગાજળ યથાવત: ત્રણ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ
January 30, 2025 11:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech