રાજકોટ: ધોરાજીમાં ધમધમતા જુગારના હાટડા ઉપર સ્ટેટ વિજિલન્સ પોલીસ ત્રાટકી

  • February 21, 2023 06:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

રાજકોટના ધોરાજીમાં સ્ટેટ વિજિલન્સ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડમા વરલી મટકાનો જુગાર રમતા પાંચ ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા. મહત્વની વાત તો એ છે કે જુગારના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.


મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે રાજકોટ શહેરના ધોરાજીમાં ધમધમતા જુગારના હાટડા ઉપર સ્ટેટ વિજિલન્સ પોલીસ ત્રાટકી હતી. ધોરાજી શહેરના બહારપુરા શાક માર્કેટ ચોક પાસેના વિસ્તારમાં એસએમસીના દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન જુગારીઓને ઝડપી પાડવામા આવ્યા હતા. વાત કરીએ તો પોલીસે વરલી મટકાનો જુગાર રમતા પાચ ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન રૂપિયા 12,630નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે જુગારના અહેવાલ સામે આવ્યા બાદ પણ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application