BREAKING NEWS

રાજકોટ: પેટ્રોલ-ડીઝલની અછતની ‘અફવા’ ફેલાવવી પડી ભારે; પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે ફરિયાદ

  • March 24, 2026 08:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ઈંધણના પુરવઠાને લઈને ખોટું નિવેદન આપી જનતામાં ગભરાટ ફેલાવવા બદલ રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા મુશ્કેલીમાં મુકાયા છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના રાજકોટ સેલ્સ હેડ દ્વારા પ્રમુખ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કાર્યવાહી બાદ શહેરના પેટ્રોલ પંપ સંચાલકોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

છેલ્લા ૨૪ કલાકથી રાજ્યના કેટલાક ભાગોમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસ (LPG) ની અછત સર્જાશે તેવી વહેતી થયેલી અફવાઓ પર આજે રાજ્ય સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે. ગાંધીનગરથી તમામ જિલ્લાના કલેક્ટરો સાથે યોજાયેલી હાઈ-લેવલ વીડિયો કોન્ફરન્સમાં ઈંધણના પુરવઠાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર તરફથી સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવ્યું છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ અછત નથી.


ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) ના રાજકોટ સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા પ્રમુખ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બાદ સમગ્ર શહેરના પેટ્રોલ પંપ સંચાલકો અને વેપારી આલમમાં ભારે ચર્ચાઓ જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News