રાજકોટ: આવતીકાલે શાળાઓ રહેશે બંધ

  • August 28, 2024 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ભારે વરસાદને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવતી કાલે શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે પણ ભારે વરસાદને લઈને શાળાઓ બંધ હતી ત્યારે આવતીકાલ માટે પણ બધી શાળાઓને સૂચના આપવામાં આવી છે કે સાવચેતીના ભાગ રૂપે શાળાઓને બંધ રાખવામાં આવે. રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 29/08/2024 ગુરુવારના રોજ જિલ્લાની તમામ શાળાઓ જેવી કે ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, પ્રાઇવેટ અને સરકારી શાળાના આચાર્યને આ સૂચના આપવામાં આવી છે. વધુમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને હેડ ક્વાર્ટર નહિ છોડવાની અને જરૂર પડે સોંપવામાં આવેલ ફરજ બજાવવાની રહેશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application