ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા વિભાગીય નિયામક જે.બી.કલોતરાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં વિવિધ રૂટની એસટી બસોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપી કટકી કરતા પાંચ કટકીબાજ કંડક્ટરોને પકડી પાડ્યા હતા, જ્યારે કંડક્ટરને પૈસા પણ ન આપ્યા હોય અને ટિકિટ પણ ન મેળવી હોય તેવી મુસાફરી કરતા ૧૫ મુસાફર ઝડપાયા હતા જેમની પાસેથી કુલ રૂ.૫૮૮૨નો દંડ વસુલાયો હતો.
તદઉપરાંત નો-પાર્કિંગ ઝોન અને સીઓ ચેકિંગ અંતર્ગત રાજકોટ એસટી બસપોર્ટ તેમજ શહેરના વિવિધ એન્ટ્રી પોઇન્ટ્સ અને બસ સ્ટોપ્સ ઉપર એસટી બસની રાહ જોઇને ઉભેલા મુસાફરોને નો-પાર્કિંગ ઝોનનો ભંગ કરીને છીનવી જતા ૧૦૫ વાહનો ખાનગી વાહનો ડિટેઇન કર્યા હતા જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મીની બસ તેમજ ખાનગી ટ્રાવેલ્સ કંપનીની લકઝરી બસ સહિતનો સમાવેશ થાય છે. આ ખાનગી વાહનચાલકો પાસેથી રૂ.૧.૫૫ લાખનો હાજર દંડ સહિત કુલ રૂ.૪,૪૬,૧૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ કામગીરીમાં એસટીની ટીમને પોલીસ તથા આરટીઓનો સહયોગ મળ્યો હતો.
આ તકે રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.ક્લોતરાએ જણાવ્યું હતું કે, કાયદામાં રહેશે તે જ ફાયદામાં રહેશે, નિગમને નુકસાન પહોંચાડનારની ખેર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMખંભાળિયા નજીક કારની અડફેટે યુવાનનું મૃત્યુ
April 24, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech